તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Saturday, 28th November 2026
સલમાન ખાનની ‘માતૃભૂમિ' ફિલ્મના ડાયલોગ રાજકોટના ચિંતન શાહે લખ્યા
ખાન પરિવાર સાથે એક ડાયનિંગ ટેબલ પર જમી આવેલાં ચિંતન શાહ ફિલ્મના ડિરેકટર અપૂર્વ લાખિયાના ફેવરિટ બોય છે

રાજકોટ : ‘બહાદુરી હંમેશા લડને મેં નહીં.. લડાઈ કો રોકને મેં ભી હોતી હૈ! ઈન્સાનિયત ઔર દેશભક્તિ, દુશ્મન ખતમ કરને મેં નહીં, દુશ્મની ખતમ કરને મેં હોતી હૈ' આ હ્રદયસ્પર્શી અને ચોટદાર સંવાદો સલમાન ખાનની નવી ફિલ્મ ‘માતળભૂમિ'ના છે અને તેના લેખક ચિંતન શાહ છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર-કચ્છ માટે એ ગૌરવની વાત છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મના ત્રણ પૈકીના એક લેખક તેમજ ફિલ્મના ડાયલોગ લખનારા લેખક ચિંતન શાહ મૂળ રાજકોટના છે.
જાણીતા પત્રકાર અને લેખક નરેશ શાહના પુત્ર ચિંતન શાહે રાજકોટની જ સિસ્ટર નિવેદીતા સ્કૂલ અને ક્રાઈસ્ટ કોલેજમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું અને એ દરમિયાન જ ઝી ગુજરાતી ચેનલ પર લાઈવ શો નું સંચાલન કરનારા ચિંતન શાહ હિન્દી ફિલ્મોની મુંબઈની દુનિયામાં હવે એક મહત્વનું નામ ગણાય છે. સલમાન ખાનની ‘માતળભૂમિ' ફિલ્મ (ડિરેક્ટર અપૂર્વ લાખિયા) માટે રિસર્ચના તબક્કકાથી સંકળાયેલાં ચિંતન શાહ ફિલ્મના લદાખના શેડયુલમાં છવ્વીસ દિવસ તેમજ મુંબઈમાં ફિલ્મ સીટી તેમજ ગોરાઈમાં થયેલા શૂટિંગમાં કિ-પર્સનની જેમ ડિરેકટર અપૂર્વ લાખિયા અને સલમાન ખાન સાથે સતત રહ્યા હતા.
‘માતળભૂમિ' ફિલ્મ પછી બોલીવુડના પ્રથમ હરોળના રાઈટર-ડિરેક્ટર ગણાવા લાગેલા ચિંતન શાહે ‘યે દિલ બિલ' નામની હિન્દી ફિલ્મનું રાઈટિંગ અને ડિરેકશન કર્યું છે તો ‘ઢિટ પતંગ' ફિલ્મ (ડિરેક્ટર રવિ અધિકારી) ઉપરાત મુંભાઈ, ક્રેક ડાઉન વેબસિરિઝની બન્ને સિઝન ઉપરાંત નવાઝુદીન સિદીકી અભિનીત હિન્દી નાટક ‘નકાબ' તેમજ પરિતોષ પેઈન્ટરના હિન્દી-અંગ્રેજી નાટક ‘સેલ્ફી' અને જોની લિવર અભિનીત ગુજરાતી ફિલ્મ ‘ફિરકી' પણ લખી ચૂકયા છે.
‘માતળભૂમિ' ફિલ્મ માટે ડાયલોગ લખતી વખતે ચિંતન શાહ સામે બે પડકાર હતા. એક તો સલમાન ખાનના સ્ટારડમને છાજે એવા સંવાદ લખવાના હતા તો સાથોસાથ આર્મી ઓફિસરના પદ ઉપરાંત દેશભક્તિ તેમજ દેશદાઝનો પંચ પણ સંવાદોમાં રહેવો જોઈએ. ફિલ્મનો આ ડાયલોગ જૂઓ ‘હમ સૈનિક હૈ, હમ એસે દિનો કે લીએ હી બને હૈ!' એ ચિંતન શાહની રાઈટર તરીકેની સ્માર્ટનેશ અને (ગુજરાતીપણાંની) ગળથૂથી છે કે એક ડાયલોગ તેમણે લખ્યો છે. શેઝવાન મેં કુછ કાલા હૈ! (આપણે નથી કહેતાં: દાળમાં કંઈક કાળું છે)
સલમાન ખાનના ‘ગેલેકસી' નામના ઘરે અને પનવેલના ફાર્મ પર અનેક વખત થઈ આવેલાં અને ખાન પરિવાર સાથે એક ડાયનિંગ ટેબલ પર જમી આવેલાં ચિંતન શાહ ફિલ્મના ડિરેકટર અપૂર્વ લાખિયાના ફેવરિટ બોય છે અને એટલે ફિલ્મના સંગીત (હિમેશ રેશમિયા - સમીર અનજાન)ની પણ તમામ સેશનમાં હાજર રહેતા હતા.
આ અનુભવો વાગોળતા ચિંતન કહે છે સલમાન ખાન દિલદાર અને દિલાવર તો છે જ, પણ ભારે કાળજી લેનારો (કેરિંગ) તેનો સ્વભાવ છે. ફિલ્મસીટીમાં ‘માતળભૂમિ' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એક સાંજે મેં સ્પોટદાદાને બોલાવીને કહ્યું કે ભાઈ, ચાય પીલા ઔર કુછ ખાને કા લાદે... બહુત ભૂખ લગી હૈ! નજીકમાં જ ખુરશી નાખીને બેઠેલાં અને પોતાનો સ્માર્ટ ફોન જોઈ રહેલાં સલમાન ખાને આ વાત સાંભળી લીધી હતી, પંદર-વીસ મિનિટ પછી સલમાન ખાને મને પોતાની સાથે આવવાનું કહ્યું અને ‘બિઈગ હ્યુમન'ના કિચન વાનમાં લઈ ગયા. વેનમાં ભાતભાતના ભોજન પાથરેલાં હતા. સલમાને કહ્યું: ‘ચિંતન ખાના ખા લે આરામ સે. કામ તો હોતા રહેગા!'
(3:51 PM IST)










