<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

શ્રીરામ પાર્કના ડીમ્‍પલબેન પાંભરે વ્‍યાજે લીધેલા ૨ લાખ સામે રૂા. ૬ લાખ માંગી માસીયાઇ ભાઇ ભાવીન ટીટીયાની ધમકી

પતિને ઇજા થઇ હોઇ સારવાર માટે દોઢ વર્ષ પહેલા વ્‍યાજે નાણા લીધા હતાં: એક હપ્‍તો ચુકાતાં બળજબરીથી ૩ાા લાખનું મંગલસુત્ર ખેંચી ગયો : પરિણીતાના પિતાના ઘરે જઇને પણ ઉઘરાણી કરીઃ તાલુકા પોલીસે મનીલેન્‍ડ એક્‍ટ, ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૭: દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ નજીક શ્રીરામ પાર્કમાં રહેતાં મહિલાએ પોતાના પતિની સારવાર માટે દોઢ વર્ષ પહેલા માસીયાઇ ભાઇ પાસેથી વ્‍યાજે ૨ લાખ લીધા તેનું વ્‍યાજ ભરવા છતાં  આ શખ્‍સે એક મહિને વ્‍યાજની રકમ નહોતી ત્‍યાર બળજબરીથી ૩ાા લાખનું મંગલસુત્ર ખેંચી જઇ ધમકાવી ઓનલાઇન વ્‍યાજ વસુલતાં અને હવે મહિલાએ મુળ રકમની વ્‍યવસ્‍થા થઇ ગઇ હોઇ તે લઇને પોતાનું મંગલસુત્ર પાછુ આપી દેવાનું કહેતાં માસીયાઇ ભાઇએ હવે ૬ લાખ દેવા પડશે કહી ધમકી દઇ વ્‍યાજની ઉઘરાણી ચાલુ રાખતાં અંતે ફરિયાદ દાખલ થઇ છે.

આ બનાવમાં તાલુકા પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ બાલાજી હોલ પાસે શ્રીરામ પાર્ક શેરી નં. ૩માં ધોળકીયા સ્‍કૂલ નજીક રહેતાં ડીમ્‍પલબેન વિપુલભાઇ પાંભર (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી બાબરીયા કોલોની પાસે આહિર ચોક ગોપવન સોસાયટીમાં રહેતાં તેના માસીના દિકરા ભાવીન અશોકભાઇ ટીટીયા વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ, ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે.

ડીમ્‍પલબેન ધરકામ કરે છે, તેમણે૨૦૦૯માં વિપુલભાઈ પાંભર સાથે લવ મેરેજ કર્યા છે અને સંતાનમાં એક દિકરો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે દોઢેક વર્ષ પહેલા મારા પતિ અને મારા ભાઈને ઝધડો થતાં બંનેને હાથ-પગમાં ઇજાઓ થઇ હતી. પતિને હાથમાં વધુ ઇજા હોઇ દસેક દિવસ માટે હોસ્‍પિટલમાં દાખલ કરવા પડયા હતાં. ત્‍યારે સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં મેં મારા માસીના દીકરા ભાવિન અશોકભાઇ ટીટીયા પાસે રૂા. ૨  લાખ માંગતા તેણે કોઇ વસ્‍તુ ગીરવે મુકવા અથવા વ્‍યાજ આપવાનું કહેતાં મારી પાસે કોઇ દાગીના કે બીજી કિમતી વસ્‍તુ ન હોઇ દર મહિને રૂા. ૬૦૦૦ વ્‍યાજ ચુકવીશ તેવુ કહ્યું હતું. જેથી તેણે મને વ્‍યાજે ૨ લાખ દીધા હતાં. જેની સામે મે પહેલા મહિને ૬ હજાર વ્‍યાજ દીધુ હતું.

આ પછી સારવારમાં વધુ રૂપિયાનો ખર્ચ થઇ જતાં વ્‍યાજ ન ચુકવી શકતાં ભાવીને મારા ઘરેઅ ાવી કહેલું કે વ્‍યાજની રકમ ન હોય તો મંગલસુત્ર પહેર્યુ છે તે કાઢી આપ. જેથી મેં કહેલું કે આ મંગલસુત્ર મારા પતિની નીશાની છે જેથી હુ આ મંગલસુત્ર ન આપી શકું. આ કહેતાં ભાવીને ઝઘડો કરી ઉશ્‍કેરાઇ જઇ  મારા રૂપીયા તાત્‍કાલીક નહિ આપ તો જોયા જેવી થશે, તારા પથારીમાં પડેલા પતિને પણ છરીના ઘા મારી દઇશ તેમ કહી બળજબરીથી મારા ગળામાંથી પાંચ તોલા સોનાનું મંગલસુત્ર ખેંચીને લઇ લીધુ હતું અને હું આ વેંચીને વ્‍યાજ વસુલી લઇશ તેવું કહી જતો રહ્યો હતો.

ત્‍યાર બાદ આઠ દીવસ બાદ આ ભાવિન ટીટીયા ફરીથી મારા ઘરે આવ્‍યો હતો અને કહ્યું હતું કે તમારું મંગલસુત્ર મેં ગીરવે મુકી દીધુ છે.  હવે હુ જે નંબર આપુ તેમા તમારે દર મહીને હુ કહુ તેટલા રૂપીયા નાખી દેવાના. તેમ વાત કરી મને મો.નં.૭૬૪૯૯ ૯૯૯૬૮ આપ્‍યો હતો. ત્‍યારથી મારા પતિ વિપુલભાઈ દર મહીને ભાવિન ટિટીયાના કહેવા મુજબા અલ ગ અલગ રકમ ૨૫૦૦થી ૩૦૦૦ ઓનલાઇન ટ્રાન્‍સફર કરતા આવ્‍યા છે. આજથી બે મહીના પહેલા અમારી પાસે રૂપીયા ૨,૦૦,૦૦૦ની વ્‍યવસ્‍થા થઇ જતા અમે ભાવીનને વાત કરી હતી અને ૨ લાખ લઇ જઇ મંગલસુત્ર આપી દેવાનું કહ્યું હતું. પરંતુ તે હવે વ્‍યાજ સહિત ૬ લાખ રૂપિયા માંગે છે અને કહે છે ૬ લાખ આપો પછી જ મંગલસુત્ર પાછુ મળશે.

 આથી મેં કહેલું કે ૨ લાખ રૂપિયા સામે તમે કહ્યું એ રીતે અમે સતત વ્‍યાજ ભર્યુ છે હવે ૬ લાખ કેમ આપવા? જેથી તેણે ૪ લાખ તો આપવા જ પડશે. તેમ કહી ૨ લાખ મુડી અને ૬ લાખ વ્‍યાજ મળી કુલ ૮ લાખની ઉઘરાણી ચાલુ રાખી હતી. આ ઉપરાંત મારા પિતા મનુભાઇ મથુરભાઇ વ્‍યાસના ઘરે જઇને પણ વ્‍યાજની ઉઘરાણી કરી તેની સાથે ઝઘડો કરી તમારાથી જે થાય તે કરી લ્‍યો, રૂપિયા વગર મંગલસુત્ર નહિ જ મળે તેમ કહી દીધું હતું. આ રીતે ભાવીન બળજબરીથી રૂપિયા માંગતો હોઇ ૧૮/૪ના રોજ અરજી કરી હતી. દરમિયાન પોલીસે મોટા મવા ચોકીએ બોલાવ્‍યા ત્‍યારે મારી સાથે મારા પતિ,  ભાઇ ગોૈતમભાઇ વ્‍યાસ, ભાભી હેતલબેન સહિતના પોલીસ ચોકીના ગ્રાઉન્‍ડમાં ઉભા હતાં ત્‍યારે ભાવિન તથા તેમના વકીલ તથા  સગા બ હેન સોનલબેન તથા દીપ્‍તીબેન તથા સોનલબેનના પતિ મોહીતભાઇ આવ્‍યા હતાં આ ફરીયાદ કેમ કરી? તેમ કહી અમને બધાને મારવાની ધમકી આપવા લાગેલ તે દરમ્‍યાન બીજી કારમાં ઓલા ચાર શખ્‍સોએ પણ અમને ધમકાવ્‍યા હતાં. દોઢ વર્ષ પહેલા મેં લીધેલા ૨ લાખ સામે વ્‍યાજ ભર્યુ હોઇ હવે અમે મુડી પાછી આપતાં હોઇ છતાં ભાવીન વધુ ૬ લાખ માંગી મારુ મંગલસુત્ર આપતો ન હોઇ અને વધુ ૬ લાખ માંગતો હોઇ અંતે ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં ડીમ્‍પલબેને વધુમાં જણાવતાં તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:34 PM IST)