તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
'ગંજીવાડાથી ડાયરેકટ વડોદરા જેલ': વાહન ચોરી સહિત ૧પ ગુનામાં સામેલ હનીફશા પાસામાં ધકેલાયો
રખડતા-ભટકતા હનીફશાની આખરે વડોદરા જેલમાં 'વ્યવસ્થા' કરતી થોરાળા પોલીસઃ પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ સાવલીયા અને ટીમે વોરંટ બજવણી કરી

રાજકોટ, તા.૨૮: શહેરના ગંજીવાડામાં રહી રખડતુ ભટકતુ જીવન વ્યતિત કરતા અને વાહન ચોરી સહિત ૧૫ ગુનામાં સંડોવાઇ ચુકેલા શખ્સ સામે પોલીસે પાસાનુ શસ્ત્ર ઉપાડી તેને વડોદરા જેલમાં ધકેલી દેવા કવાયત શરૃ કરી છે.
જાણવા મળ્યા મુજબ, વાહનચોરી સહિતના ગુનામાં સંડોવાઇ ચુકેલા ગંજીવાડા શેરી નં. ૨૦માં પીટીસીની દિવાલ પાસે રહી મજુરીકામ કરતા અને રખડતુ-ભટકતુ જીવન વ્યતિત કરતા હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર (ઉ.વ.૩૯)ની સામે થોરાળા પોલીસે પાસાની દરખાસ્ત તૈયારી કરી મોકલતા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ તેને અટકાયતમાં લેવા હુકમ કરતા થોરાળા પોલીસે બજવણી કરી વડોદરાજેલમાં ધકેલવા કવાયત શરૃ કરી છે હનીફશા અગાઉ બી-ડીવીઝન, ભકિતનગર, થોરાળા, ગાંધીગ્રામ અને એ-ડીવીઝન પોલીસ મથકમાં વાહનચોરી અને ઘરફોડ ચોરીના ૧૫ ગુનામાં સંડોવાઇ ચુકયો છે.
આ કામગીરી પોલીસ ઇ. એસ. પી. સોઢા, પો. સ. ઇ. બી. આર. સાવલીયા, એએસઆઇ ભાવેશભાઇ વસવેલીયા, પો. હેડ કો. ઇલેશભાઇ પરમાર, કિશોરભાઇ પરમાર, મેરૃભા ઝાલા, પો. કો. દિવ્યરાજસિંહ જાડેજા, હરદીપસિંહ ઝાલા તેમજ પી. સી. બી. શાખાના પો. ઇ. એમ. આર. ગોંડલીયા, પો. સ. ઇ. પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલે કરી હતી.
(3:46 PM IST)










