<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

દરેક એજન્‍ડા-દરખાસ્‍તની ચર્ચા પ્રોજેકટ ઉપર : સ્‍ટેન્‍ડીંગમાં અલગ નજારો

નવી ટર્મ-નવી બોડી-નવી પ્રણાલી

રાજકોટ, તા. ૧૭ : આજની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં વિવિધ એજન્‍ડા -દરખાસ્‍તની ચર્ચા અંગે નવી પ્રણાલી જોવા મળી હતી.

સેન્‍ટ્રલ ઝોન કચેરીના પ્રથમ માળે આવેલ સ્‍ટેન્‍ડીંગ કમીટી રૂમ ખાતે બેઠક દરમિયાન આવેલ દરખાસ્‍ત તથા એજન્‍ડા પ્રોજેકટ ઉપર દર્શાવવામાં આવ્‍યા હતા અને તેની વિસ્‍તૃત ચર્ચા બાદ નિર્ણયો લેવામાં આવ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્‍યાર સુધી આવેલ દરખાસ્‍ત-એજન્‍ડાઓ વાંચી સંભાળવવામાં આવતા હતા અને ત્‍યારબાદ સભ્‍યો દ્વારા તેની ઉપર મંજુરીની મહોર મારવામાં આવતી હતી. જો કે આજની સ્‍ટેન્‍ડીંગમાં નવી ટર્મની નવી બોડી દ્વારા નવી પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. 

(2:58 PM IST)