તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
સુપ્રીમ કોર્ટના ચૂકાદા સામે શિક્ષકોમાં અસંતોષઃ અનેક શિક્ષકો એવા છે જેમની નિમણુંક ‘‘ટેટ''ની શરૂઆત પહેલા થઇ ચૂકી છે!!
રાજકોટ કલેકટરને શિક્ષકોનું આવેદન તથા ધરણા..ચુકાદાથી નોકરી- પ્રમોશન- નિવૃતિ પછીના લાભો ગુમાવવાનો ભય : યોગ્ય ઉકેલ માટે શિક્ષક સંઘોના પ્રતિનિધીઓ સાથે તાકિદે બેઠક યોજોઃ કેન્દ્રીય શિક્ષણમંત્રીને પણ રજુઆત

રાજકોટ તા.૧૭: સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૯ મે ૨૦૨૬ના રોજ ટેટ (શિક્ષક પાત્રતા કસોટી) મામલે આપવામાં આવેલા એક મહત્વપૂર્ણ ચુકાદા બાદ દેશભરના સેવામા રહેલા લાખો પ્રાથમિક શિક્ષકોમાં ભારે ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર મુદ્દે દેશભરના લાખો પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ઓલ ઇન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશન અને ગુ.રા.પ્રા.શિ.સંઘ સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના શિક્ષકો વતી બપોર બાદ કલેકટરને વિસ્તળત આવેદન પત્ર પાઠવીને તાત્કાલિક નીતિગત હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર, ચાલુ સેવામા રહેવા અને બઢતી મેળવવા માટે શિક્ષકોએ ૩૧ ઓગસ્ટ ૨૦૨૮ સુધીમાં ટેટની ફરજિયાત લાયકાત મેળવવી પડશે. આ આદેશને કારણે દાયકાઓથી અંતરિયાળ અને મુશ્કેલ વિસ્તારોમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હજારો અનુભવી શિક્ષકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.
આવેદનપત્રમાં શિક્ષકોએ નારાજગીના અનેક મુખ્ય કારણો આપ્યા છે, જેમાં ટેટની આવશ્યકતા એવા શિક્ષકો પર પણ લાગુ કરવામાં આવી રહી છે જેમની નિમણૂક શિક્ષણ અધિકાર અધિનિયમ, ૨૦૦૯ ના અમલીકરણ અને ટેટની શરૂઆત પહેલા થઈ ચૂકી હતી. દાયકાઓનો સફળ સેવા રેકોર્ડ ધરાવતા અનુભવી શિક્ષકોને એવી લાયકાત મેળવવા દબાણ કરાઈ રહ્યું છે, જે તેમની ભરતી સમયે અસ્તિત્વમાં જ નહોતી. આ ચુકાદાથી શિક્ષકોમાં પોતાની નોકરી, કારકિર્દી પ્રગતિ (પ્રમોશન) અને નિવળત્તિ પછીના લાભો ગુમાવવાનો ભય અને અનિヘતિતા પેદા થઈ છે. ઘણી રાજ્ય સરકારો અને શિક્ષક સંગઠનોએ આ મુદ્દે સમીક્ષા અરજીઓ દ્વારા રાહત માંગી છે. જૂની ભરતી પ્રક્રિયા, શરતો અને નીતિઓને અમાન્ય રાખવાથી જાહેર સેવકોની અસંખ્ય શ્રેણીઓ સામે ભવિષ્યમાં ગંભીર વહીવટી, કાનૂની અને સામાજિક પડકારો ઉભા થઈ શકે છે. પરસ્પર સ્વીકાર્ય ઉકેલની ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય શિક્ષક સંઘોના પ્રતિનિધીઓ સાથે તાત્કાલીક બેઠક બોલાવો. AIPTF અને GSPTF દ્રઢપણે માને છે કે ગુણવતાયુકત શિક્ષણનો ઉદેશ્ય અને શિક્ષકોના અધિકારોનું રક્ષણ રચનાત્મક સંવાદ અને યોગ્ય નિતીગત હસ્તક્ષેપ દ્વારા સુમેળ સાધી શકાય છે. શિક્ષક સમુદાય ભારત સરકારને યોગ્ય કરવા વિનંતી કરે છે.
(2:59 PM IST)










