<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

પોપટપરામાં દુષિત ગંધાતા પાણીનું વિતરણ

લોકોની યાતના દુર કરવા તંત્રને જરાય રસ નથી : કોંગ્રેસ સમિતિના અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાના નેતૃત્‍વમાં મ્‍યુ. કમિશ્‍નર-વહીવટદારને રજુઆત

રાજકોટ તા. ૨૧ : મહાનગરપાલિકાના શાસકો દ્વારા જ્‍યાં માનવી ત્‍યાં સુવિધા અને સ્‍વચ્‍છ પાણી ૨૪ કલાક પુરૂ પાડવા અપાયેલ વચનો સદંતર ફ્‌લોપ પુરવાર થયા છે. રાજકોટમાં હાલ ૨૦ મિનિટ પણ પૂરતું પાણી આવતું નથી અને અનેક વિસ્‍તારોમાં દુર્ગંધયુક્‍ત, ડહોળા પાણીની વ્‍યાપક ફરિયાદો ઉઠી હોવાનું શહેર કોંગ્રેસ સમિતિના અતુલ રાજાણી અને ગાયત્રીબાએ જણાવ્‍યુ છે.

આ બાબતે મ્‍યુ. કમિશ્‍નર તરીકેના વહીવટદારને રજુઆત કરી જણાવાયુ હતુ કે વોર્ડ નં. ત્રણના પોપટપરા- શેરી નંબર ૧૪ માં અત્‍યંત દુષિત પાણી લોકોને મળી રહ્યુ છે. ડ્રેનેજની લાઈન સાથે પીવાના પાણીની લાઈન ભળી ગઈ હોવાનું જણાય છે. આ બાબતે તંત્રનું ધ્‍યાન દોરવા છતા ધ્‍યાન અપાયુ નથી. પાંચ વર્ષમાં કોર્પોરેટરો કયારેય વિસ્‍તારમાં ફરકયા નથી.

  શાસકો દ્વારા રાજકોટ શહેરને શિકાગો બનાવવાની અને હિન્‍દુસ્‍તાનના નકશામાં બેનમૂન શહેર બનાવવાની વાતો વચ્‍ચે ભારતના ૧૦૦ સ્‍માર્ટ સિટી ની વાતો કરનારા  પ્રાથમિક અને પાયાની જરૂરિયાત પણ પુરી કરી શકતા નથી.

અત્‍યારે હાર ભાળી ગયેલા ભાજપના ઉમેદવાર ગુંડાઓની ફૌજ ઉતારી કોંગ્રેસના પ્રચારના બેનરો ફાડવામાં વ્‍યસ્‍ત છે. પરંતુ લોકોને શુધ્‍ધ અને ચોખ્‍ખુ પાણી આપવામા સદંતર નિષ્‍ફળ સાબીત થયા છે. તેમ અતુલ રાજાણી અને ગાયત્રીબા વાઘેલાએ મહાપાલિકાના કમિશ્‍નર અને વહીવટદાર સમક્ષ રજુઆતો કરતા જણાવ્‍યુ હતુ. 

(3:51 PM IST)