<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

અરવિંદભાઈ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા જરૂરતમંદોને વષાોનું વિતરણ

 

રાજકોટ : અરવિંદભાઈ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા ચાલતા ‘‘વષા સેવા સેતુ'' પ્રોજેક્‍ટ અંતર્ગત અટીકા ફાટક પાસે નારાયણનગર વિસ્‍તારમાં જરૂરિયાતમંદ પરિવારોમાં ૩૩૦ જોડી વષાોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યાં હતા. વષાો મેળવનાર લોકોના મોઢા પર ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રોજેક્‍ટને સફળ બનાવવા ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીશ્રી કલ્‍પકભાઈ મણીઆરના માર્ગદર્શન હેઠળ રાજુલભાઈ દવે, રમેશભાઈ પરમાર, શ્રીમતી શિલ્‍પાબેન મહેતા તેમજ મયંકભાઇ ત્રિવેદી અને કૃષ્‍ણકાંતભાઈએ જહેમત ઉઠાવેલ હતી. આ તકે વષાોનું દાન કરનાર તમામ દાતાઓ તેમજ થેલીઓના દાતા જે.પી. જવેલર્સનો ટ્રસ્‍ટે આભાર વ્‍યક્‍ત કર્યો હતો. જુના, પરંતુ સારી સ્‍થિતિના પહેરી શકાય તેવા કપડાં સંસ્‍થાના કાર્યાલય : આલાપ - બી, સરોવર પોર્ટીકોની બાજુમાં, શાષાી મેદાન સામે, ૧૦માં માળે, ઓફીસ નં ૧૦૦૪ ખાતે સવારે ૧૦ થી સાંજે ૬, સોમવારથી શનિવાર સ્‍વીકારવામાં આવે છે. તેમ પ્રોજેક્‍ટ ઈનચાર્જ શિલ્‍પાબેન મહેતા (ફોન નં.૯૧૦૬૧ ૫૩૯૦૨)ની યાદીમાં જણાવાયું છે.

(2:13 PM IST)