<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ગુંદાવાડીમાં યસ ફ્રેન્‍ડ ક્‍લબ દ્વારા તુલસીના છોડનું વિતરણ

ધારાસભ્‍ય રમેશભાઇ ટીલારા, શાસક પક્ષના નેતા હીરેનભાઇ ખીમાણીયા સહિતની ઉપસ્‍થિતિઃ માણસુરભાઇ વાળા અને કાર્યકરોનું આયોજન

રાજકોટઃ ગુંદાવાડી પોલીસ ચોકી પાસે  શનિવારે દેવદિવાળીના દિવસે યસ ફ્રેન્‍ડ ક્‍લબ દ્વારા તુલસી વિવાહ દિવસ અંતર્ગત  તુલસીના છોડના કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભા-૭૦ના ધારાસભ્‍ય રમેશભાઇ ટીલારા, શાસક પક્ષના નેતા હીરેનભાઇ ખીમાણીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, માણસુરભાઇ વાળા, ચંદાબેન માણસુરભાઇ વાળા, જીજ્ઞેશભાઇ જોષી, ઓમ શાંતિ સંસ્‍તાના દીદી તેમજ સમાજના આગેવાનો, વોર્ડ નં. ૧૪ના કાર્યકરો અને યસ ફ્રન્‍ડ ક્‍લબના સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:51 PM IST)