News of Saturday, 19th September 2026
સોમવારે જિલ્લા પંચાયતની સામાન્ય સભાઃ ખર્ચના વિવાદ અંગે ‘ટુંકો' જવાબ તૈયાર
૮૪ લાખનો આંકડો આક્ષેપના વરસાદમાં તણાઇ ગયો : અત્યાર સુધીમાં રૂપિયા વીસેક લાખનું ચુકવણું: બાકીનું અધ્ધરતાલ

રાજકોટ, તા.૧૯: જિલ્લા પંચાયતની સામાન્ય સભા તરીકે ૨૧ સોમવારે સવારે ૧૧:૩૦ વાગ્યે પંચાયત કચેરી ખાતે પંચાયત પ્રમુખ સંજય પીપળીયાની અધ્યક્ષતામાં મળનાર છે. નવા શાસકોએ શાસન સંભાળ્યા પછી પ્રશ્નાોેત્તરી સાથેની પ્રથમ સામાન્ય સભા છે .જેમાં ૬ સભ્યોએ ૨૫ પ્રશ્નો પૂછયા છે. સૌથી વધુ ચર્ચાસ્પદ પ્રશ્ન આમ આદમી પાર્ટીના આરતીબેન જેતાણીનો છે.
તેમણે જિલ્લા પંચાયત કચેરીના કામચલાવ સ્થળાંતર અને મરામત ખર્ચની ચુકવણીની માહિતી માગી છે . પંચાયતના વહીવટી તંત્રએ તેનો ટૂંકો જવાબ તૈયાર કર્યાનું જાણવા મળે છે છે .પ્રશ્ન કરનારા સભ્યએ જેટલી માહિતી માગી છે તેટલો જ જવાબ આપવાનો વહીવટી તંત્રનો અભિગમ છે .૮૪ લાખનો ખર્ચ થયાની થયાનો વિવાદ થયેલ પરંતુ ચુકવણું માત્ર ૨૦ એક લાખ રૂપિયા જેટલું છે થયું છે તેટલી જ માહિતી અપાશે .
પંચાયત કચેરીના સ્થળાંતર અને હાલની કામચલાવ કચેરીના મરામતની રકમ અંગે વિવાદ થયેલ જે તે વખતે તત્કાલીન શાસકોએ ૮૪ લાખનો ખર્ચ થયાનો આંકડો જાહેર કરેલ તે માત્ર અનુમાન હતો હતું હકીકતમાં અત્યાર સુધીમાં ૨૦ લાખ રૂપિયા જેટલી જ રકમ ચૂકવાયેલ છે તેવું વહીવટી તંત્રનું કહેવું છે .ભ્રષ્ટાચારનો આક્ષેપ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ ત્રણ ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિ બનાવેલ તેનો અહેવાલ હજુ જાહેર થયો નથી . ‘ પૂછનાર સભ્યએ પ્રશ્નમાં આ અંગે કોઈ માહિતી માગી નથી .મજબૂત વિપક્ષનો અભાવ ભાજપના શાસકો માટે રાહતરૂપ છે. .સોમવારે સામાન્ય સભામાં ખર્ચ બાબતે વહીવટી તંત્ર શું જવાબ આપે છે અને તેના શું પડઘા પડે છે તે જોવાનું રહ્યું.
ઉપરાંત ભાજપના નરસિંહભાઈ સોજીત્રા અલ્પાબેન તોગડીયા સુમિતાબેન ચાવડા જસ્મીન પીપડીયા કોંગ્રેસના અરુણાબેન ભાષા વગેરે એ જુદા જુદા પ્રશ્નો પૂછયા છે સામાન્ય રીતે પ્રશ્નોત્તરી માટે એક કલાકનો સમય હોય છે. પ્રમુખ ઈચ્છે તો સમય વધારી શકે છે.
(3:02 PM IST)










