<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

એમ.એ.સોશ્‍યોલોજીમાં દિવ્‍યા ખાણીયાને ‘ડો. રમાબેન દિનુભાઇ દેવાણી' ગોલ્‍ડ મેડલ અર્પણ

ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના પદવીદાન સમારંભમાં : યુનિવર્સિટી ફર્સ્‍ટ આવેલ વિદ્યાર્થીનીની ૨૦૨૪-૨૫ના ગોલ્‍ડ મેડલ માટે પસંદગીઃમેડલના દાતા અને રાષ્‍ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન ૩૪ વર્ષો પહેલા જૂનાગઢ જીલ્લામાં પ્રથમ મહિલા પીએચ.ડી. ધારક બન્‍યા હતાઃ હાલમાં પણ કેશોદ ખાતે સામાજીક-સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત

રાજકોટ, તા.૨૮: ગુજરાત વિધાનસભાના  કાયદા મુજબ ઇ.સ. ૨૦૧૫માં સ્‍થાપવામાં આવેલ અને ઇ.સ. ૨૦૧૬-૧૭થી પૂર્ણરૂપે કાર્યરત થયેલ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનો ચતુર્થ પદવીદાન સમારંભ  શ્રી સ્‍વામીનારાયણ મંદિર, અક્ષરવાડી, ટીંબાવાડી રોડ, જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ વિદ્યાશાખાઓના ટોપર વિદ્યાર્થીઓને કુલ ૩૬ ગોલ્‍ડ મેડલ એનાયત કરવામાં આવ્‍યા હતા.

આ કોન્‍વોકેશનમાં અધ્‍યક્ષસ્‍થાને ગુજરાતના માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ઉપસ્‍થિત રહયા હતા. તથા મુખ્‍ય મહેમાન તરીકે આઇ.આઇ.એમ. અમદાવાદના પૂર્વ પ્રોફેસર અને પદ્મશ્રી વિજેતા અનિલકુમાર ગુપ્‍તા હાજર રહયા હતા. ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચોૈહાણ, કુલસચિવ ડો. આર.જી. પરમાર અને પરીક્ષા નિયામક ડો. ડી.એચ. સુખડીયા મહાનુભાવો સાથે ડાયસ ઉપર ઉપસ્‍થિત  હતા.

પદવીદાન સમારંભમાં વિનયન વિદ્યાશાખામાં એમ.એ. (અનુસ્‍નાતકકક્ષા)  સોશ્‍યોલોજી (સમાજશાસ્‍ત્ર) વિષયમાં યુનિવર્સિટી ફર્સ્‍ટ (વર્ષ ૨૦૨૪-૨૫) આવેલ વિદ્યાર્થીની દિવ્‍યા વિરમભાઇ ખાણીયાને ‘ડો. રમાબેન દિનુભાઇ દેવાણી-કેશોદ' નામનો ગોલ્‍ડ મેડલ અર્પણ કરવામાં આવ્‍યો હતો.આગામી વર્ષોમાં પણ એમ. એ. સોશ્‍યોલોજીમાં યુનિવર્સિટી ફર્સ્‍ટ આવનાર વિદ્યાર્થી ‘ડો. રમાબેન દિનુભાઇ દેવાણી-કેશોદ' ગોલ્‍ડ મેડલ મેળવવાને પાત્ર બનશે.

મેડલના દાતા અને ઇ.સ. ર૦૦૦ ના વર્ષનો શ્રેષ્‍ઠ શિક્ષક તરીકેનો રાષ્‍ટ્રપતિ એવોર્ડ મેળવનાર ડો. રમાબેન દિનુભાઇ દેવાણી આજથી ૩૪ વર્ષો પહેલા સમાજશાષા વિષયમાં પીએચ.ડી. થયા હતાં. તે સમયે સમગ્ર જૂનાગઢ જીલ્લામાં એક મહિલા તરીકે ડોકટરેટની ડીગ્રી મેળવનાર રમાબેન દેવાણી કદાચ સૌપ્રથમ હતાં.

ઉપરાંત ઇ. સ. ર૦૦પ માં હેલ્‍થ એન્‍ડ એજયુકેશન ફાઉન્‍ડેશન, ન્‍યુ દિલ્‍હી દ્વારા રાષ્‍ટ્રીયકક્ષાના લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ માટે પણ ડો. રમાબેનની પસંદગી કરવામાં આવી હતી. હાલમાં પણ જૂનાગઢ જીલ્લાના કેશોદ ખાતે મહિલા મંડળ, નારી નિકેતન, લેડીઝ કલબ જેવી સામાજીક - સેવાકીય સંસ્‍થાઓમાં સ્‍થાપક પ્રમુખ, ચેરમેન કે પછી સભ્‍ય તરીકે ડો. રમાબેન સતત કાર્યરત છે. તેઓ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના ડીપાર્ટમેન્‍ટ ઓફ સોશ્‍યોલોજી એન્‍ડ સોશ્‍યલ વર્કના સિનિયર ફેકલ્‍ટી મેમ્‍બર ડો. પરાગ દેવાણીના માતુશ્રી થાય છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચતુર્થ કોન્‍વોકેશનમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણ, જૂનાગઢના ધારાસભ્‍યશ્રી સંજયભાઇ કોરડીયા, જીલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસીયા, જીલ્લા વિકાસ અધિકારી શ્રી એચ. પી. પટેલ, જીલ્લા પોલીસ વડાશ્રી સુબોધ ઓડેદરા, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, યુનિવર્સિટીના કુલસચિવ ડો. આર. જી. પરમાર, ફાયનાન્‍સ એન્‍ડ એકાઉન્‍ટ ઓફીસર ડો. કિર્તીબા એલ. વાઘેલા, પરીક્ષા નિયામક ડો. ડી. એચ. સુખડીયા, ચિલ્‍ડ્રન યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. જોષી, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ટાંક, વિવિધ ફેકલ્‍ટીઝના ડીન, ભવનના અધ્‍યક્ષો, કોલેજના આચર્યશ્રીઓ પ્રો. (ડો.) ફીરોઝ શેખ, પ્રો. (ડો.) સુહાસ વ્‍યાસ, પ્રો. (ડો.) જયસિંહ ઝાલા, પ્રો. (ડો.) ભાવસિંહ ડોડીયા, ડો. નિશિથ ધારૈયા, ડો. મગનભાઇ ત્રાડા, ડો. બલરામભાઇ ચાવડા, ડો. આર. પી. ભટ્ટ, ડો. અનુપમભાઇ નાગર, ડો. રમેશ ચૌહાણ, ઇ. સી. મેમ્‍બર પ્રિન્‍સીપાલશ્રી ડો. ડઢાણીયા,ડો.જયભાઇ ત્રીવેદી રાજુભાઇ વાડોદરીયા, ડો. દિનાબેન લોઢીયા, પ્રિન્‍સીપાલશ્રી ડો. વાઢેર, ડો. જમકુબેન સોજીત્રા, ડો. વિજયસિંહ સોઢા, પ્રો. (ડો.) નવલ કપુરીયા, ડો. નવઘણભાઇ ઓડેદરા,  ડો. સ્‍મિતાબેન છગ, ડો. જેસીંગભાઇ વાંજા, ડો. ઓઘડભાઇ ઝાલા, ડો. રાજેશભાઇ ડોડીયા, આસીસ્‍ટન્‍ટ રજીસ્‍ટ્રારો ડો. મયંક સોની અને શ્રી હમીર મોઢવાડીયા, યુનિવર્સિટી અનુસ્‍નાતક ભવનોના અધ્‍યાપકો ડો. રાજેશ રવિયા, ડો. સચીન દરજી, ડો. રૂપલબેન ડાંગર, ડો. ઓમ જોષી, ડો. ઋષિરાજ ઉપાધ્‍યાય, ડો. જતીન રાવલ, ડો. દુષ્‍યંત દૂધાગરા, ડો. સંદિપ ગામીત, ડો. દિનેશ ચાવડા, ડો. વિનિત વર્મા, ડો. અનિતાબા ગોહિલ, ડો. મૃણાલ અંબાસણા, ડો. જસ્‍મીન ભાલોડીયા, ડો. રશ્‍મિબેન પટેલ, ડો. એસ. કે. સૈયદ, મિડીયા કન્‍સલ્‍ટન્‍ટ અશ્વિનભાઇ પટેલ  સિસ્‍ટમ મેનેજર ડો. જીતેન્‍દ્ર ભાલોડીયા સહિતના મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી ગોલ્‍ડ મેડાલીસ્‍ટ તથા પદવી ધારણ કરનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહ ચૌહાણના નેજા હેઠળ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીલક્ષી, શિક્ષણલક્ષી, સેવાકીય, સાંસ્‍કૃતિક, સંશોધનલક્ષી, સામાજીક, કારકિર્દીલક્ષી, સ્‍પોર્ટસ રીલેટેડ, રાષ્‍ટ્રીય સેવા યોજના (એન. એસ. એસ.) સહિતની વિવિધ પ્રવૃતિઓ અવિરતપણે સફળતાપૂર્વક ચાલી રહી છે, જેની રાષ્‍ટ્રીયકક્ષાએ  પણ નોંધ લેવાઇ રહી છે.

(11:25 AM IST)