<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

દિવાળી એટલે, બહારના દીવા સાથે અંતરનો દીવો પ્રગટાવવાનું પર્વ આર્થિક સમૃદ્ધિ, આત્‍મ જાગૃતિ અને સામાજિક સદભાવનાનો ઉત્‍સવ

ભારત ઉત્‍સવોની ભૂમિ છે, પરંતુ તેમાંય દિવાળીનું સ્‍થાન અનન્‍ય છે. દિવાળી માત્ર દીવાઓનો તહેવાર નથી, તે જીવનમાં જ્ઞાનનો પ્રકાશ, અર્થતંત્રમાં ગતિશીલતા અને સમાજમાં એકતા તથા સદભાવના પ્રગટાવવાનું પર્વ છે.  

રામાયણમાં અયોધ્‍યામાં શ્રીરામનું આગમન હોય કે શ્રીકળષ્‍ણ દ્વારા નરકાસુર પર વિજય, દિવાળીનો મુળ આંતરિક સંદેશ એક જ છે, અંધકાર ગમે તેટલો ગાઢ હોય, સત્‍ય, શ્રદ્ધા અને કરુણાનો એક દીવો તેને પરાજિત કરી શકે છે.

દિવાળી આપણને ઘરની સફાઈ કરવાની સાથે અંતરના અહંકાર, ઈર્ષ્‍યા, દ્વેષ અને નકારાત્‍મકતાની સફાઈ કરવાની પણ પ્રેરણા આપે છે. ઘરમાં દીવો પ્રગટાવવો સરળ છે, પરંતુ મનમાં જ્ઞાન, કરુણા અને સદભાવનાનો દીવો પ્રગટાવવો એ જ સાચી દિવાળી છે.

આજના સમયમાં ભૌતિક દેખાડા વચ્‍ચે દિવાળીના મૂળ ભાવને ચાર મહત્‍વપૂર્ણ આયામોથી સમજવાની જરૂર છે.

૧. અંતરના અહંકાર અને નકારાત્‍મકતાની સફાઈ :

દિવાળી પૂર્વે આપણે ઘરની ખૂણે-ખૂણાની સફાઈ કરીએ છીએ, પરંતુ સાચી દિવાળી ત્‍યારે ઉજવાશે જ્‍યારે મનમાંથી ઈર્ષ્‍યા, દ્વેષ, અહંકાર અને નકારાત્‍મકતાની સફાઈ થાય. ઘરમાં દીવડો પ્રગટાવવો સરળ છે, પરંતુ અંતરમાં પ્રેમ અને સદભાવનાનો દીવો પ્રગટાવવો એ જ સાચું જીવનમૂલ્‍ય છે.

૨. ભારતીય અર્થવ્‍યવસ્‍થાનો આર્થિક આધારસ્‍તંભ :

દિવાળી માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ તે દેશના અર્થતંત્રનું એન્‍જિન છે. કન્‍ફેડરેશન ઑફ ઑલ ઇન્‍ડિયા ટ્રેડર્સ (CAIT)ના ૨૦૨૫ના અહેવાલ મુજબ, આ તહેવારોની સિઝનમાં દેશમાં આશરે રૂા. ૫.૪૦ લાખ કરોડનો વેપાર અને રૂા. ૬૫,૦૦૦ કરોડની સેવાઓનો વ્‍યવહાર નોંધાયો હતો. આ આંકડા દર્શાવે છે કે એક ગ્રાહકની ખરીદી બીજા અનેક પરિવારની રોજીરોટી બને છે. જ્‍યારે આપણે સ્‍થાનિક કારીગરો, નાના દુકાનદારો અને હસ્‍તકલા સાથે જોડાયેલા લોકો પાસેથી ખરીદી કરીએ છીએ, ત્‍યારે સાચા અર્થમાં ‘સ્‍વદેશી' અને સ્‍થાનિક રોજગારને વેગ મળે છે.

૩. ગુજરાતી વેપારી સંસ્‍કૃતિ : ચોપડા પૂજન અને નીતિમત્તા :

ગુજરાતી સમાજ માટે દિવાળી એટલે નવા વર્ષનો શુભારંભ. ચોપડા પૂજનમાં ‘શુભ' અને ‘લાભ' લખવાની પરંપરા માત્ર નફા-નુકસાનનો હિસાબ નથી, પરંતુ વેપારમાં પ્રામાણિકતા અને નૈતિકતા જાળવવાનો સંકલ્‍પ છે. પૈસાથી સંપત્તિ ચોક્કસ મળે છે, પરંતુ ગ્રાહકનો વિશ્વાસ જ વેપારીની સાચી મૂડી છે. જે વેપારમાં સત્‍ય અને પ્રતિષ્‍ઠા વણાયેલા હોય, ત્‍યાં સમળદ્ધિ કાયમી રહે છે.

૪. સાચો ઉત્‍સવ : કોઈના જીવનમાં આશાનો પ્રકાશ :

આજના સ્‍પર્ધાત્‍મક યુગમાં ભવ્‍યતા અને મોંઘી ખરીદી કરતાં તહેવારની સાર્થકતા વધુ મહત્‍વની છે. દિવાળીનું સૌંદર્ય માત્ર ઘરના આંગણાના દીવાઓમાં નથી, પરંતુ

* જરૂરિયાતમંદ પરિવારની દિવાળી પણ રોશન કરવામાં છે. * જૂના મનદુઃખ ભૂલીને સંબંધોમાં મધુરતા લાવવામાં છે. * પર્યાવરણ પ્રત્‍યે સંવેદનશીલ બનીને સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં છે.

કોઈ નિરાશ વ્‍યક્‍તિને હિંમત મળે, કોઈ ભૂખ્‍યાને અન્ન મળે અને કોઈ એકલવાયા વળદ્ધના ચહેરા પર હાસ્‍ય આવે, ત્‍યારે જ દિવાળી સાચા અર્થમાં ઉજવાયેલી ગણાશે.

આજના સમયમાં આપણા પાંચ સંકલ્‍પો :

૧. વેપારમાં પ્રામાણિકતા-નફા સાથે નીતિમત્તા અને ગ્રાહકના વિશ્વાસને પ્રાધાન્‍ય આપવું. ૨. વોકલ ફોર લોકલ- સ્‍થાનિક કલાકારો અને નાના વેપારીઓ પાસેથી ખરીદી કરી તેમની રોજીરોટીનું માધ્‍યમ બનવું. ૩. સમાજસેવા - જરૂરિયાતમંદો સાથે આનંદ વહેંચીને તેમની દિવાળી પણ રોશન કરવી. ૪. સંબંધોની સુવાસ- ભૂલો ભૂલીને સ્‍નેહ અને પારદર્શિતાનો દીવો પ્રગટાવવો. ૫. પર્યાવરણ સુરક્ષા- પ્રકળતિને નુકસાન ન પહોંચાડે તે રીતે ઉત્‍સવ ઉજવવો.

દિવાળી એ ભૂતકાળના અનુભવોમાંથી શીખીને નવી આશા સાથે આગળ વધવાની તક છે. આપણે દિવાળીને માત્ર ધનની વળદ્ધિનું પર્વ ન બનાવીએ, પરંતુ ધર્મ, કર્મ, સંસ્‍કાર અને માનવતાની વળદ્ધિનું પર્વ બનાવીએ.

સૌના જીવનમાં સુખ, શાંતિ, સમળદ્ધિ અને સદભાવનાનો પ્રકાશ અખંડ ફેલાતો રહે તેવી મંગલ કામના. (૩૬.ર)

આલેખન :

બાબુભાઇ મેનપરા

૯૪૨૬૨૨૭૮૮૮

 

(11:35 AM IST)