<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

દિવાળી વેકેશનની રજાની મજા પૂરીઃ શાળા-કોલેજોમાં નવા શૈક્ષણીક સત્રનો શુભારંભ

શાળામાં નવા સત્રમાં ૧૨૪ દિવસ શિક્ષણકાર્યના રહેશેઃ સ્‍નાતકકક્ષાએ પરીક્ષાનો પ્રારંભ થશે

રાજકોટ તા.૨૬: છેલ્લા ૨૧ દિવસથી સુમસામ ભાસતા શાળા સંકુલો આજ સવારથી જ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠયા હતા. રાજમાર્ગો ઉપર પણ વિદ્યાર્થી-વાલીઓની ભારે અવર-જવર જોવા મળી હતી. છેલ્લા ૨૧ દિવસના દિવાળી વેકેશનની રજાની મજા માણ્‍યા બાદ આજથી નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ ઉત્‍સાહ-ઉમંગ સાથે નવુ સત્ર શરૂ કર્યુ છે.

ગુજરાતની ધો.૩ થી ૮ પ્રાથમિક શાળા ધો.૯ થી ૧૨ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં પ્રથમ સત્રની પરીક્ષા બાદ તા.૫ નવેમ્‍બરથી તા.૨૫ નવેમ્‍બર દરમિયાન દિવાળી વેકેશન પડયુ હતું. ૨૧ દિવસના દિવાળી વેકેશનની રજાની મજા માણ્‍યા બાદ આજ તા.૨૬ નવેમ્‍બરથી બીજા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. બીજા શૈક્ષણીક સત્રમાં ૧૨૪ દિવસ શિક્ષણકાર્યના રહેશે. તા.૨-૫-૨૭ થી ઉનાળુ વેકેશન ૩૫ દિવસનું રહેશે.

ગુજરાતમાં શાળાઓની સાથો-સાથ આજથી સોૈરાષ્‍ટ્ર યુનિવર્સીટી સંલગ્ન ૨૫૬થી વધુ સરકારી ગ્રાન્‍ટેડ અને સેલ્‍ફ ફાયનાન્‍સ કોલેજોમાં પણ બીજા નવા સત્રનો પ્રારંભ થયો છે. સ્‍નાતક કક્ષાએ તા.૫ થી ૨૫ નવેમ્‍બર દરમિયાન દિવાળી વેકેશન હતું. ડીસેમ્‍બરના બીજા સત્રમાં વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાનો પ્રારંભ થશે

(4:21 PM IST)