તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
ડો.બાબાસાહેબ આંબેડકરજીએ બંધુત્વના સિધ્ધાંતો ધરાવતા દસ્તાવેજને સુનિશ્ચિત કર્યોઃ ઉદય કાનગડ

રાજકોટ, તા.૧૪: વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદય કાનગડએ આજે તા.૧૪ એપ્રિલના રોજ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે કોટી કોટી વંદન કરી તેમને શ્રધ્ધાસુમન પાઠવતા જણાવેલ કે ભારત રત્ન બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજી ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાય છે.તેઓ એક દૂરંદેશી નેતા, સમાજ સુધારક અને વિધ્વાન હતા. ભારતીય જનતા પાર્ટીએ માનનીય ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની વિરાસતનું સન્માન કર્યુ છે.
ડો. બાબાસાહેબ આંબેડકરજીએ બંધારણના માળખા વિશે સચોટ વિચારો વ્યકત કર્યો છે. ૨૯ એપ્રિલ,૧૯૪૭માં બંધારણ સભાએ અસ્પળશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુંદ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત-પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા અને ૩ ઓગસ્ટ ભારતની વચગાળાની સરકાર રચાઈ જેમાં ડો. બાબાસાહેબ આંબેડકરજી ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડો. બાબાસાહેબ આંબેડકરજીની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ.નાદુરસ્ત તબીયત વચ્ચે પણ તેઓએ ફેબ્રુઆરી ૧૯૪૮ના છેલ્લા અઠવાડીયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી ડો. રાજેન્દ્ર પ્રસાદ ને સુપ્રત કરી. ત્યારબાદ ભારતના બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજુ કર્યુ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૨૫મી જન્મજયંતિના દિવસથી સંવિધાન દિવસની શરૂઆત તેમજ રૂા.૧૨૫ અને રૂા.૧૦ના સ્મળતિચિન્હ ચલણી સિકકા બહાર પાડવામાં આવ્યા હતા અને ૨૬ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરેલ.
કેન્દ્ર સરકાર માત્ર સ્મારકો પૂરતી સીમીત નથી, પરંતુ ડો. આંબેડકરજીના આદર્શોને રાષ્ટ્રજીવનમાં ઉતારા પ્રતિબધ્ધ છે. ભારતના સંવિધાનના શિલ્પી અને સામાજિક સમાનતાના પ્રણેતા હતા ડો. આંબેડકરજીના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવા માટે કેન્દ્રની ભાજપ સરકારે ડો. બાબાસાહેબ આંબેડકરજીના જીવન સાથે જોડાયેલા પાંચ ઐતિહાસિક સ્થળોનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસાવીને ‘‘પંચતીર્થ ની કલ્પનાને સાકાર કરી છે.
તેમની વિચારધારા આજે પણ ભાજપની નીતિઓને પ્રેરણા આપે છે, જે દરેક ભારતીય, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને સશકત બનાવવાનો ઙ્કયત્ન કરે છે. ડો. આંબેડકરજીએ એક એવા ભારતનું સપનું જોયું હતું જે ન્યાય, સમાનતા અને એકતાને મહત્વ આપે છે. ડો. બાબાસાહેબ આંબેડકરનું શ્નશિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો' નું સૂત્ર આજે પણ યુવાનો માટે પ્રેણાષાોત છે.
તેમણે સમાજમાં સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારો જેવા મૂલ્યોને સ્થાપિત કર્યા ત્યારે આજે ડો બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિએ સૌ સંકલ્પબધ્ધ થઈને તેમના દર્શાવેલ માર્ગ પર ચાલીને સમાનતા અને ન્યાયસભર સમાજની સ્થાપના માટે કાર્ય કરવા હંમેશા પ્રતિબધ્ધ રહેશું તેમ અંતમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.
(4:03 PM IST)










