<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી સહિતના મહાનુભાવોને મળી નવા વર્ષની શુભેચ્‍છા પાઠવતા ડો. કથીરિયા અને ચેતન રામાણી

 

રાજકોટઃ નૂતન વર્ષના પાવન અવસરે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા તથા પ્રદેશ ભાજપના અગ્રણી અનેશ્રી ચેતનભાઈ ન શ્રી ચેતનભાઈ રામાણીએ ગુજરાતના મુખ્‍યમંત્રી સહિત રાજ્‍યના અગ્રણી રાજકીય નેતાઓ, સહકારી ક્ષેત્રના મહાનુભાવો અને આધ્‍યાત્‍મિક ક્ષેત્રની અગ્રણી હસ્‍તીઓની રૂબરૂ મુલાકાત કરી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નાયબ મુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેબીનેટ મંત્રી શ્રી રમણભાઇ સોલંકી, કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્‍યના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી શ્રી ફુલભાઈ પાંશેરીયા તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ પૂર્વ મંત્રી શ્રી ભુપેન્‍દ્રસીંહ ચુડાસમાની  મુલાકાત કરી નૂતન વર્ષની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. રાજ્‍યના અગ્રણી નેતાઓ સાથેની આ મુલાકાત દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્‍યાણલક્ષી કાર્યો અને સંગઠનની મજબૂતી ઙ્કત્‍યેની ઙ્કતિબદ્ધતા વ્‍યક્‍ત કરવામાં આવી હતી. તથા ગુજકોમાસલના ચેરમેન અને સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીની રૂબરૂ મુલાકાત કરી તેમને નૂતન વર્ષની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી. તાજેતરમાં જ ICA ગ્‍લોબલ બોર્ડમાં નિયામક તરીકે નિયુક્‍ત થયેલા શ્રી દિલીપભાઈ સંઘાણીને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ડો. વલ્લભભાઈ કથીરિયા  વિશેષ અભિનંદન પાઠવ્‍યાં હતાં. આ પ્રસંગે ઇફકોના મેનેજિંગ ડિરેક્‍ટર શ્રી કે.જે. પટેલની પણ રૂબરૂ મુલાકાત લઇ વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્‍યારે રાજકોટના ભગવાનજીભાઇ વૈકરીયા પણ સાથે ઉપસ્‍થિત રહ્યા હતા. આ ઉપરાંત આફ્રિકા બ્રહ્માકુમારી સંસ્‍થાના વડા વેદાંતીબેન, અમદાવાદના ચંદ્રિકાબેન સહિત સાધ્‍વીજીઓની પણ રૂબરૂ મુલાકાત કરી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

 

(3:26 PM IST)