News of Saturday, 16th May 2026
શ્રી પંચનાથ હોસ્પિટલ, રાજકોટ ખાતે ડૉ. પાર્થ માલીની અદ્યતન બાળ આરોગ્ય સેવાઓ હવે ફુલ ટાઇમ ઉપલબ્ધ
માત્ર ૫૦ રૂપિયાની ઓપીડી ફીમાં જન્મથી ૧૮ વર્ષ સુધીના બાળકોની ઉત્કૃષ્ટ સારવાર: છેલ્લા પાંચ વર્ષમાં ૧૧૦૦ થી વધુ બાળકોને સ્વસ્થ કરી ડિસ્ચાર્જ કરાયા

રાજકોટ: અહીંની ખ્યાતનામ શ્રી પંચનાથ હોસ્પિટલ ખાતે નિષ્ણાત બાળરોગ ચિકિત્સક અને નીઓનેટોલોજિસ્ટ ડૉ. પાર્થ માલી ફુલ ટાઇમ સેવાઓ આપી રહ્યા છે. અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી વિશેષ અભ્યાસ કરનાર ડૉ. માલીએ અત્યાર સુધીમાં ૧૦૦૦ થી વધુ હાઈ-રિસ્ક નવજાત શિશુઓ અને ૧૧૦૦ થી વધુ બાળકોની સફળ સારવાર કરી છે. આ હોસ્પિટલમાં બાળકો માટે માત્ર ૫૦ રૂપિયાની ફીમાં અદ્યતન સુવિધાઓ સાથે સઘન સારવાર મળી રહી છે. અહીં રસીકરણ (વેક્સિનેશન) ઉપલબ્ધ છે.
રાજકોટ સ્થિત યુવા બાળરોગ નિષ્ણાત અને નીઓનેટોલોજિસ્ટ ડૉ. પાર્થ માલી શ્રી પંચનાથ હોસ્પિટલ, લીમડા ચોક, રાજકોટ ખાતે બાળ આરોગ્ય અને નવજાત શિશુઓની ક્રિટિકલ કાળજી ક્ષેત્રે સમર્પિત સેવાઓ આપી રહ્યા છે. તેઓ પીડિયાટ્રિશિયન અને ચાઈલ્ડ એક્સપર્ટ તરીકે બાળકોને વિશેષ સારવાર અને માર્ગદર્શન પ્રદાન કરે છે.
એમ.બી.બી.એસ., એમ.ડી. પીડિયાટ્રિક્સ તેમજ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીડિયાટ્રિક ન્યુટ્રિશન ક્ષેત્રે વિશેષ અભ્યાસ પૂર્ણ કરનાર ડૉ. માલીએ નવજાત અને બાળરોગની ઇમરજન્સી સારવારમાં વિશાળ અનુભવ મેળવ્યો છે.
ડૉ. પાર્થ માલીએ અત્યાર સુધીમાં એન.આઈ.સી.યુ. માં ૧૦૦૦ થી વધુ હાઈ-રિસ્ક નવજાત શિશુઓની સફળ સારવાર કરી છે. જેમાં અતિ ઓછા વજનવાળા સમય પહેલાં જન્મેલા બાળકો, શ્વાસની તકલીફ, કમળો (પીળિયો), આંચકી (ઝટકા), જન્મજાત વિકૃતિઓ તેમજ અન્ય ગંભીર પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. ઉપરાંત મેનિન્જાઇટિસ, ન્યુમોનિયા, ડેન્ગ્યુ, અસ્થમા, ડાયાબિટીસ સંબંધિત ઇમરજન્સી અને બ્લડ ડિસઓર્ડર જેવી બાળરોગની ગંભીર પરિસ્થિતિઓની સારવારમાં પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હોવાનું ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.
બાળકોમાં જોવા મળતા સામાન્ય રોગલક્ષણો જેમ કે ઊંચો તાવ, સતત ઉધરસ અને શરદી, ઉલ્ટી અથવા ડાયરીયા, ભૂખ ન લાગવી, ચામડી પર એલર્જી અથવા ચકામા તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ માટે ડૉ. પાર્થ માલીની સલાહ અને સારવાર ઉપલબ્ધ છે.
જન્મ થયે કમળાની અસર હોય તો બેબી વોર્મર અને યુવી લાઈટ વોર્મરની અદ્યતન સુવિધા છે. આ ઉપરાંત બાળકોના ઓક્સિજન અને બ્લડ પ્રેશર (બીપી) માપવા માટેનું સ્પેશિયલ મોનિટર પણ ઉપલબ્ધ છે.
અત્યાર સુધીમાં પંચનાથ હોસ્પિટલમાં અનેક બાળકોનો જન્મ થયો છે. ડિલિવરી સમયે ગાયનેક ડોક્ટર ઉપરાંત બાળકોના ડોક્ટર શ્રી પાર્થ માલી પણ ઓપરેશન સમયે લેબર રૂમમાં ઉપસ્થિત રહે છે. બાળકનો જન્મ થયે તુરંત તેનું સ્વાસ્થ્ય શ્રી પાર્થ માલી દ્વારા ચકાસવામાં આવે છે. આ ઉપરાંત બાળકોનું વેક્સિનેશન (રસીકરણ) પણ પંચનાથ હોસ્પિટલમાં જ કરવામાં આવે છે.
બાળકોના ડોક્ટર શ્રી પાર્થ માલી ઓપીડીમાં સવારે ૯:૩૦ થી ૧૨ અને સાંજે ૪:૩૦ થી ૭ સુધી મળી શકશે.
હોસ્પિટલ સેવાઓ ઉપરાંત ડૉ. માલી ગ્રામ્ય આરોગ્ય કેમ્પો અને જાહેર આરોગ્ય સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા છે, જ્યાં તેઓ આર્થિક રીતે નબળા અને અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને ગુણવત્તાસભર સારવાર પ્રદાન કરે છે. તેઓ માતા-પિતાને બાળકોના યોગ્ય પોષણ, રસીકરણ તથા વિકાસના વિવિધ તબક્કાઓ અંગે માર્ગદર્શન પણ આપે છે.
ડૉ. પાર્થ માલીએ ગુજપેડિકોન જેવી રાજ્યસ્તરીય મેડિકલ કોન્ફરન્સોમાં વિવિધ સંશોધન પેપર્સ અને કેસ સ્ટડીઝ રજૂ કર્યા છે. વર્ષ ૨૦૨૧ માં યોજાયેલ કોન્ફરન્સમાં તેમણે "સ્ટડી ઓફ આઉટકમ ઓફ ઇન્ફન્ટ્સ બોર્ન ટુ ડાયાબિટીક મધર્સ" વિષય પર સંશોધન પેપર રજૂ કર્યું હતું.
બાળ આરોગ્ય ક્ષેત્રે આપેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ડૉ. પાર્થ માલીને વર્ષ ૨૦૨૪ માં "એક્સલન્સ ઇન પીડિયાટ્રિક્સ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આજે પણ નૈતિકતા આધારિત, વૈજ્ઞાનિક અને પરિવારકેન્દ્રિત આરોગ્ય સેવાઓ દ્વારા બાળકો અને નવજાત શિશુઓને શ્રેષ્ઠ સારવાર પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
શ્રી પંચનાથ હોસ્પિટલ ખાતે બાળકો માટે માત્ર ૫૦ રૂપિયાની ઓપીડી સેવા ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે સંપર્ક: ફોન નંબર ૦૨૮૧-૨૨૩૧૨૧૫ / ૨૨૨૩૨૪૯.
ઉપર કરી શકાય છે તેમ પંચનાથ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.
(1:23 PM IST)










