News of Tuesday, 14th April 2026
ડો. આંબેડકર જયંતિ નિમિતે પુષ્પાંજલી કરતા પ્રવીણ ચૌહાણ

રાજકોટઃતા. ૧૪, બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતિ નિમિતે રાજકોટ જિલ્લા પંચાયત શાપર- વેરાવળ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર શ્રી પ્રવિણભાઇ ચૌહાણ, કોટડા સાંગાણી તાલુકા પંચાયતના ઉમેદવારો શ્રી નરેન્દ્રભાઇ સોલંકી, કિષ્નાબેન ખરતલિયા, ઉન્નતીબેન ચૌહાણ, વિશાલભાઇ વોરા સહિતના આગેવાનોએ રાજકોટ હોસ્પિટલ ચોકમાં ડો. આંબેડકર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી ભાવ અંજલી અર્પિત કરી હતી.
(4:03 PM IST)










