તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
રાજકોટ કાલાવડ રોડ ઉપર ન્યારી નદી બ્રીજના બંને બાજુનું ડ્રાઇવરજન વ્યવસ્થિત કરવા વાહન ચાલકોની માંગ

(બી.એમ.ગોસાઈ દ્વારા) ખીરસરા, તા.૯: રાજકોટ કાલાવડ રોડ ઉપર ન્યારી નદી ઉપર બ્રીજ ઁનું કામ ચાલતું હોય હંગામી ધોરણે ટ્રાફિક નિવારણ માટે ડિવાઇડર તોડી ડ્રાઇવરજન કાઢવામાં આવેલ છે જે ખુબ જ ખરાબ હાલત મા છે ઉપર ડામર કરી લેવલીંગ કરવામાં આવેલ ન હોય નાના વાહન ચાલકોને પડવાનો ભય વધી જાય તેમ છે તેમજ ચોમાસાની સિઝન હોય માટી પલળતાની સાથે નાના મોટા વાહનો સ્લિપ થવાની શક્યતા વધુ હોય તાત્કાલિક ધોરણે હાઇવે ઓથોરેટી આ ડ્રાઇવરજન વ્યવસ્થિત કરે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે.
(10:45 AM IST)










