<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ આયોજિત ડીઆરએમ ટ્રોફી બાસ્‍કેટ બોલ ટૂર્નામેન્‍ટ સંપન્ન

રાજકોટ : વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘ, રાજકોટ ડિવિઝન દ્વારા આયોજિત ડીઆરએમ ટ્રોફી ઇન્‍વીટેશન બાસ્‍કેટ બોલ ટૂર્નામેન્‍ટનો ફાઇનલ મુકાબલો તથા સમાપન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે મેયર ડૉ. નેહલ શુક્‍લા, ડીઆરએમ શ્રી ગિરિરાજ કુમાર મીના, ધારાસભ્‍ય શ્રી રમેશભાઈ તિલાળા, સિનિ. ડીઇઇ (ટીઆરડી) શ્રી મનોજ કુમાર રાવ, સિનિ. ડીઇએન, શ્રી નરેન્‍દ્ર સિંહ, સિનિયર ડીપીઓ શ્રી એ. યુ. સોલંકી તેમજ વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રેસિડેન્‍ટ શ્રી હિરેન મહેતા ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં શ્રી હિરેન મહેતાએ મહેમાનોનું સ્‍વાગત કરી આવકાર પ્રવચન આપ્‍યું હતું. ત્‍યારબાદ વિધાયક શ્રી રમેશભાઈ તિલાળા તથા ડીઆરએમ શ્રી ગિરિરાજ કુમાર મીનાએ રમતગમતના મહત્ત્વ, ખેલદિલી અને કર્મચારીઓમાં રમતગમતની ભાવના વિકસાવવા અંગે પોતાના પ્રેરણાદાયી વિચારો વ્‍યક્‍ત કર્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્‍ટનું સફળ આયોજન વેસ્‍ટર્ન રેલવે મજદૂર સંઘના ડિવિઝનલ સેક્રેટરી શ્રી અવની ઓઝાના નેતળત્‍વ હેઠળ કરવામાં આવ્‍યું હતું.

ટુર્નામેન્‍ટના પરિણામો : મેન્‍સ વિભાગ : વિજેતા ટીમ : વી.જે. મોદી ટીમ, રનર્સ-અપ : પ્રિમીયમ ટીમ. વુમન્‍સ વિભાગ : વિજેતા ટીમ : રેલ્‍વે ટીમ બી, રનર્સ-અપ : રેલ્‍વે ટીમ એ. વિજેતા તથા રનર્સ-અપ ટીમોને મુખ્‍ય મહેમાનોના હસ્‍તે ટ્રોફી, શિલ્‍ડ, મેડલ અને ઇનામો અર્પણ કરવામાં આવ્‍યા હતા.

આ ઉપરાંત ટુર્નામેન્‍ટ દરમિયાન રેફરી તરીકે સેવા આપનાર તમામ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સાથે જ ગુજરાતના જાણીતા બાસ્‍કેટબોલ કોચ શ્રી પ્રકાશ પાણખાણીયા અને શ્રી શૈલેષભાઈ રાઠોડનું પણ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

આયોજનને સફળ બનાવવા માટે શ્રી હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ શ્રી અવની ઓઝાના નેતળત્‍વમાં ગજેન્‍દ્રસિંહ, ઇકબાલભાઈ, શૈલેષ ભટ્ટ, રાજેન્‍દ્રસિંહ જાડેજા જયેશ ડોડીયા, વિવેકાનંદ, રામકળષ્‍ણન, બિપિન વ્‍યાસ, પુષ્‍પાબેન ડોડીયા, જ્‍યોતિ મહેતા, દયા રણોલીયા સહિત અનેક કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. 

(3:43 PM IST)