<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

જયપ્રકાશનગરના નવીનભાઇનું હડાળાના પાટીયે સેન્‍ટીંગ કામ વખતે હૃદય બંધ પડયું

ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં લીંબડ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૫: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની વધુ એક ઘટના બની છે જેમાં એક પરિવારના મોભીનું મૃત્‍યુ થયું છે. ભગવતીપરામાં રહેતાં સેન્‍ટીગ કામના ધંધાર્થી હડાળાના પાટીયે હોટેલની સાઇટ પર કામ કરતાં હતાં ત્‍યારે હૃદય બંધ પડી જતાં મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ ભગવતીપરા જયપ્રકાશનગર-૫/૭ના ખુણે રહેતાં નવીનભાઇ રામજીભાઇ લીંબડ (ઉ.વ.૫૫) ગઇકાલે બપોરે હડાળાના પાટીયે વિરાટ હોટેલની સાઇટ પર સેન્‍ટીંગ કામ કરતાં હતાં ત્‍યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર નવીનભાઇ છ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેમને સંતાનમાં ત્રણ દિકરા અને એક દિકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. સગાના કહેવા મુજબ સેન્‍ટીંગ કામ વખતે હૃદય રોગનો હુમલો આવી ગયો હતો.

(1:22 PM IST)