તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટનો શૈક્ષણિક સંવાદ

રાજકોટઃ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિની સહિતના ઉચ્ચસ્તરીય ડેલિગેશને અમદાવાદ ખાતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકો સાથે વિશેષ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત અને સ્કોટલેન્ડની શિક્ષણ વ્યવસ્થા, શૈક્ષણિક સુધારાઓ અને પરસ્પર સહયોગના મુદ્દાઓ પર વિસ્તળત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં ગુજરાતના શૈક્ષણિક પ્રવાહો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, બ્રિટિશ કાઉન્સિલના સહયોગથી યોજાયેલા ગ્લાસગો-ગુજરાત ટીચર મોબિલિટી એક્સચેન્જ પ્રોગ્રામના અનુભવો પણ આ બેઠકમાં શેર કરવામાં આવ્યા હતા, જેમાં બંને દેશોના શિક્ષકોએ શૈક્ષણિક પદ્ધતિઓ અને સાંસ્કળતિક આદાન-પ્રદાનની વાતો રજૂ કરી હતી. સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર શ્રીયુત જોન સ્વિનીએ સ્કોટિશ શિક્ષણ પ્રણાલી, સ્કૂલ અને ટર્શરી એજ્યુકેશન તેમજ વિદ્યાર્થીઓની સર્વાંગી ક્ષમતા અને સમાવેશી શિક્ષણ (ઇન્ક્લુઝિવ એજ્યુકેશન) પર ભાર મૂકયો હતો. આ બેઠક અને સંવાદ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મિલિંદ તોરવણે, સમગ્ર શિક્ષા સ્ટેટ -ોજેક્ટ ડાયરેક્ટર શ્રી એમ. નાગરાજન, કમિશનર ઓફ સ્કૂલ્સના જોઇન્ટ ડાયરેક્ટર સુશ્રી તળપ્તિ વ્યાસ, પ્રાઈમરી એજ્યુકેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી બી. ડી. બારિયા, બ્રિટિશ કાઉન્સિલના શ્રી ગૌરી પુરાણી, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (શહેર) શ્રી રોહિત ચૌધરી, સ્કોટલેન્ડ સરકારના હેડ ઓફ ઇન્ટરનેશનલ રિલેશન્સ સુશ્રી તારા લાઇલ, યુનિવર્સિટી ઓફ ર્સ્ટલિંગના ડેપ્યુટી વાઇસ ચાન્સેલર શ્રી નેવિલ વાયલી ઉપસ્થિત રહ્યા હતા. શ્રી હિતેશભાઈ ભૂંડીયા ને પણ આ સમિટમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ મળતા ગુરુકુળ પરિવારના પૂજ્ય દેવ કળષ્ણદાસજી સ્વામી, પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય જનમંગલ સ્વામી , ઘનશ્યામભાઈ, આચાર્ય કે.જી. દવે , મહેશભાઈ વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.
(2:16 PM IST)










