<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

સરદાર પટેલ જયંતિ નિમિતે સનસાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટયુસન્‍સ દ્વારા એકતા યાત્રા યોજાઈ

રાજકોટઃ સનસાઇન ગ્રુપ ઓફ ઇન્‍સ્‍ટીટ્‍યુસન્‍સ વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે અવનવી પ્રવૃત્તિઓ કરાવે છે. ગત તા. ૩૧ ઓકટોબર, શનિવારના રોજ સરદાર પટેલ જયંતીના પર્વ નિમિતે સનસાઇન ગ્રુપ (NSS વિભાગ) દ્વારા એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ યાત્રા સરદાર સરોવર બહુમાળી ભવનેથી સવારે ૬:૩૦ વાગ્‍યાથી નીકળી રેષકોર્ષ સુધી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૫૦ થી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટ સાયકલ ક્‍લબના સ્‍થાપક શ્રી દિવ્‍યેશ અઘેરા ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના ડિરેક્‍ટર ડો. પ્રો. વિકાસ અરોરાના નેતૃત્‍વ હેઠળ એન.એસ.એસ કોઓર્ડીનેટર ડો. અભિપ્‍સા વાગડીયા સહિતના તમામ કર્મચારીઓએ જહેમત ઊઠાવી હતી. આ યાત્રા દ્વારા સરદાર વલ્‍લભભાઈ પટેલ ના એકતાના સંદેશને દોહરાવામાં આવ્‍યો હતો. સંસ્‍થાના ચેરમેનશ્રી મિનેષ માથુર સરે ટીમને અભિનંદન અને સરદાર વલ્‍લભભાઈ પટેલ ના એકતાના સંદેશને યાદ કરી તમામને શુભેચ્‍છાઓ પાઠવી હોવાનું સંસ્‍થા જણાવે છે.

(10:52 AM IST)