<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

કોટડા સાંગાણીના રામોદમાં સામુ જોવા મામલે વૃધ્‍ધ ડાયાભાઇ, પુત્ર નાથાભાઇ પર વિજય, વિનોદ, સંજય, રાયધનનો હુમલો

પથ્‍થર, કેરેટના ઘા કર્યાઃ બારી કારણામાં તોડફોડઃ કોટડા સાંગાણી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટઃ કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતાં ડાયાભાઇ છગનભાઇ સોલંકી (ઉ.વ.૬૨) નામના વૃધ્‍ધ અને તેમના દિકરા નાથાભાઇ પર પાડોશીઓ વિજય વાઘેલા, વિનોદ વાઘેલા, સંજય વાઘેલા, રાયધન વાઘેલા સહિતે હુમલો કરી છુટા પથ્‍થરના ઘા કરી તેમજ શાકભાજી ભરવાના પ્‍લાસ્‍ટીકના કેરેટના ઘા કરી ઇજા પહોંચાડતાં સારવાર લેવી પડી હતી. આ ઉપરાંત હુમલાખોરોએ ઘર ઉપર પથ્‍થરમારો કરી બારી કારણાને પણ નુકસાન કર્યુ હતુ. તેમજ ડાયાભાઇ અને તેના દિકરાને ઢીકાપાુટનો માર પણ મારી ખૂનની ધમકી આપતાં કોટડા સાંગાણી પોલીસે ડાયાભાઇની ફરિયાદ નોંધી છે. ડાયાભાઇનો દિકરો જયદિપ ઘર પાસે ઉભો હતો ત્‍યારે વિજય વાઘેલાએ ત્‍યાંથી નીકળી તું કેમ મારી સામે જોવે છે? કહી ઝઘડો કર્યા બાદ વિજય સહિતનાએ ભોગ મળી હુમલો કર્યો હતો. એએસઆઇ બી. સી. સોલંકીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(12:25 PM IST)