<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશને વેરાવળના વૃધ્‍ધ ૫૯.૨૭ લાખના સોના-ચાંદીના-દાગીના સાથે પકડાયા

રેલ્‍વે પોલીસના ઇન્‍ચાર્જ ડીવાયએસપી એચ. એમ. રાણાની રાહબરીમાં પીએસઆઇ બી. જે. જાડેજા, કે. યુ. વાળા અને ટીમની કામગીરીઃ કમિશનથી કામ કરતાં હોઇ વેપારીઓને આપવા આવ્‍યાનું રટણ

રાજકોટ તા. ૨૯: શહેરના ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન ખાતે રેલ્‍વે પોલીસે વેરાવળ સોમનાથમાં જુના કુંભારવાડામાં તપેશ્વર મંદિર રોડ પર સંત કૃપા સાગર કુંજ ખાતે રહેતાં રસિકલાલ છોટાલાલ જગડા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધ્ને રૂા. સોના-ચાંદીના દાગીના, રોકડા ૧૪,૯૫,૦૦૦ મળી  કુલ રૂા. ૫૯,૨૭,૦૦૦ની માલમત્તા સાથે પકડી લઇ પુછતાછ હાથ ધરી હતી. વૃધ્‍ધ બીલ રજુ ન કરી શકતાં દાગીના-રોકડ શંકાસ્‍પદ ગણી કલમ ૧૦૬ મુજબ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રેલ્‍વેમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે રેલ્‍વેઝના અધિક પોલીસ મહાનિર્દેશક  કે.એન.ડામોર તથા પヘમિ રેલ્‍વે (અમદાવાદ)ના પોલીસ અધિક્ષક યશપાલ ગાણીયા તેમજ ઇન્‍ચાર્જ વિભાગીય અધિકારી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એમ.રાણા દ્વારા સુચના અપાઇ હોઇ રાજકોટ રેલ્‍વે પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યાર પીએસઆઇ બી.જે.જાડેજા, કે.યુ.વાળા અને ભક્‍તિનગર આઉટપોસ્‍ટના એએસઆઇ મેશવાણિયા, ઘનશ્‍યામભાઇ ચાવડા અને કોન્‍સ. હાર્દિકભાઇ કાતરીયાએ  રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી ઉતરેલા એક વૃધ્‍ધની હિલચાલ શંકાસ્‍પદ જણાતા તેને રોકીને તેની પાસે રહેલી બેગની તલાશી લીધી હતી. બેગની તપાસ કરતા તેમાંથી બિનહિસાબી સોના-ચાંદીના ઢાળિયા, ઘરેણાં અને મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી હતી. આ કિંમતી સામાન અને રોકડ અંગે યોગ્‍ય આધાર-પુરાવા કે બિલ ન રજૂ કરી શકતા પોલીસે કલમ-૧૦૬ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પુછતાછમાં વૃધ્‍ધે પોતાનું નામ રસિકલાલ જગડા હોવાનું અને વેરાવળ સોમનાથથી વેપારીઓના દાગીના રોકડ પહોંચાડવા આવ્‍યાનું અને પોતે કમિશનથી આ કામ કરતાં હોવાનું કહ્યું હતું. રેલ્‍વે પોલીસે આ વળદ્ધની બેગમાંથી  ૩૪,૫૦,૦૦૦ ની કિંમતના સોનાના ટુકડા (ઢાળિયા), રૂ. ૧૪,૮૫,૦૦૦ની રોકડ રકમ, રૂ. ૪,૬૨,૦૦૦ની કિંમતના ચાંદીના ઢાળિયા, રૂ. ૩,૮૦,૦૦૦નું સફેદ કલરના ડાયમંડ વાળું બ્રેસલેટ અને આશરે રૂ. ૧,૫૦,૦૦૦ની કિંમતનું બેલ્‍ટ વાળું સોનાનું બ્રેસલેટ કબ્‍જે કર્યા હતાં.

આ કામગીરી રાજકોટ રેલ્‍વે પોલીસ સ્‍ટેશનના પો.ઇન્‍સ. એચ.એમ.રાણા અને પો.સબ.ઇન્‍સ. બી.જે.જાડેજા તેમજ કે.યુ.વાળા એએસઆઇ હર્ષદભાઇ મેશવાણિયા,  ઘનશ્‍યામભાઇ ચાવડા, કોન્‍સ. હાર્દિકભાઇ કાતરીયા અને મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ નયનાબેન ચાવડાએ કરી હતી.

 

(2:31 PM IST)