<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ગુંદાવાડીમાં એપાર્ટમેન્‍ટના બીજા માળેથી પડી જતાં વૃધ્‍ધા કમળાબા જાડેજાનું મોત

અકસ્‍માતે પડી ગયાનું પતિ બળવંતસિંહનું કથનઃ ભક્‍તિનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૯: ગુંદાવાડી શેરી નં. ૧૫ રામજી મંદિરના ચોરાથી આગળ આવેલા શ્રી રામ એપાર્ટમેન્‍ટમાં બીજા માળે રહેતાં કમળાબા બળવંતસિંહ જાડેજા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધા બીજા માળેથી સવારે સાડા ચારેક વાગ્‍યે પડી જતાં  ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ડો. મયુર મારફત થતાં પોલીસની ૧૧૨ જનરક્ષકના ધનાભાઇ ભુંડીયા સહિતે પહોંચી તપાસ કરી ભક્‍તિનગરમાં જાણ કરતાં એએસઆઇ એચ. કે. ડાંગર સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાન નથી. તેમના પતિ નિવૃત જીવન જીવે છે. પતિએ જણાવ્‍યું હતું કે પત્‍નિ કમળાબા સવારે જાગીને ગેલેરીમાં ગયા ત્‍યારે અકસ્‍માતે પડી ગયા હતાં. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

(4:04 PM IST)