તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
રાજકોટમાં ચૂંટણી પંચની લાલ આંખ: આચારસંહિતા ભંગ બદલ વોર્ડ નં.૧૫ ના કોંગી ઉમેદવાર મકબુલ દાઉદાણી અને અન્ય ૨૦ ની અટકાયત

રાજકોટમાં ચૂંટણીના ગરમાયેલા માહોલ વચ્ચે પોલીસ તંત્રે સપાટો બોલાવ્યો છે. વોર્ડ નંબર ૧૫ ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી અને તેમના ૧૫ જેટલા સમર્થકોની મતદાન મથક નજીક પ્રચાર કરવાના નિયમ ભંગ બદલ થોરાળા પોલીસે તાત્કાલિક અટકાયત કરી છે.
શહેરમાં ચાલી રહેલા ચૂંટણી જંગમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રાપ્ત વાસ્તવિક વિગતો અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧૫ ના કોંગ્રેસના ઉમેદવાર મકબુલ દાઉદાણી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તેઓ તેમના કાર્યકરો સાથે એક મતદાન મથકની એકદમ નજીકના વિસ્તારમાં પહોંચીને પોતાનો પ્રચાર કરી રહ્યા હોવાની જાણકારી પોલીસ તંત્રને મળી હતી.
આચારસંહિતાના સ્પષ્ટ ભંગની આ ઘટના ધ્યાને આવતા જ થોરાળા પોલીસ મથકનો કાફલો તરત જ એક્શનમાં આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ઉમેદવાર મકબુલ દાઉદાણીની અટકાયત કરી લીધી છે. તેમની સાથે હાજર રહેલા અન્ય ૧૫ જેટલા ટેકેદારો અને કાર્યકર્તાઓને પણ સકંજામાં લઈ લેવામાં આવ્યા છે અને તમામ લોકોને વધુ પૂછપરછ અને કાર્યવાહી માટે થોરાળા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા છે. પોલીસની આ કડક કામગીરીથી નિયમોનો ભંગ કરતા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટમાં પ્રથમ ચાર કલાકમાં પ્રમાણ માં ઘણું ઓછું મતદાન જોવા મળ્યું છે.
(11:17 AM IST)










