તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
રાજકોટ જીલ્લામાં ૫૬૦ ગ્રામપંચાયતોની સરપંચ-સભ્યોની ચૂંટણીનો ધમધમાટ શરૂઃ ખાસ વિડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન
રાજકોટ તાલૂકામાં ૮૮ ગ્રામપંચાયતોની ચૂંટણી થશે? બેલેટ પેપરથી મતદાન...

રાજકોટ, તા.૨૯: રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત હેઠળ આવતી કુલ ૫૯૫ ગ્રામપંચાયતોમાંથી ૫૬૦ ગ્રામપંચાયતોની બેઠકો પર સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાશે. કલેક્ટર આખરી મંજૂરી આપે કે તુર્ત જ રોટેશન લિસ્ટ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
આ ૫૬૦ ગ્રામપંચાયતો હેઠળ કુલ ૪૫૬૦ વોર્ડનો સમાવેશ થાય છે. આ તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે. ે કુલ ૧૧૭૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે અને ત્યાં ૧૪૧૦ બેલેટ પેટી મોકલવામાં આવશે. સરપંચની સાથે વોર્ડવાઇઝ સભ્યો પણ ચૂંટાશે, જેથી ગ્રામસ્તરે સ્થાનિક સ્વરાજ્યની વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
ગ્રામપંચાયત ચૂંટણીમાં ૫૦ ટકા મહિલા અનામતનો નિયમ લાગુ રહેતો હોવાથી રાજકોટ જિલ્લામાં અંદાજે ૨૮૦ મહિલાઓને સરપંચ તરીકે નેતળત્વ કરવાની સીધી તક મળશે. આના કારણે મોટી સંખ્યામાં નવા મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરશે અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણને વેગ મળશે.
તાલુકાવાર જોઈએ તો ઉપલેટામાં ૫૦, ગોંડલમાં ૭૫, કોટડા સાંગાણીમાં ૪૦, જસદણમાં ૫૭, વીંછીયામાં ૩૭, જેતપુરમાં ૪૭, ધોરાજીમાં ૨૮, જામકંડોરણામાં ૪૪, લોધિકામાં ૩૬, પડધરીમાં ૫૮ અને રાજકોટ તાલુકામાં ૮૮ ગ્રામપંચાયતની બેઠકો છે. આમ કુલ ૫૬૦ બેઠકો પર ચૂંટણી યોજાશે.
ચૂંટણી પ્રક્રિયા અંગે રાજ્ય ચૂંટણીપંચના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે એક ખાસ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ કલેક્ટર અને અધિક કલેક્ટર પણ જોડાયા હતા. બેઠકમાં મતદાર યાદી, નવા સીમાંકન થયેલા વિસ્તારો, વિભાજન કે વિસર્જનથી નવી બનેલી પંચાયતો, બેલેટ પેપર અને બેલેટ બોક્સની ઉપલબ્ધતા તેમજ વર્ષ ૨૦૧૫ પૂર્વેના જૂના ઇવીએમ મશીનો પરત સોંપવાની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
(2:38 PM IST)










