<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ઉભરતી તકોઃ આઇ.ઇ.ટી.ઇ. દ્વારા વિશીષ્‍ટ કાર્યક્રમ

રાજકોટ તા.૩૧: ધ ઈન્‍સ્‍ટિટયૂશન ઓફ ઇલેક્‍ટ્રોનિક્‍સ એન્‍ડ ટેલિકમ્‍યુનિકેશન એન્‍જિનિયર્સ (IETE) ના ૭૩મા સ્‍થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આઈ.ઈ.ટી.ઈ. રાજકોટ સેન્‍ટર દ્વારા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ભૌતિકશાષા વિભાગના સહયોગથી તા. ૨૯ ઓકટોબર, ૨૦૨૬ના રોજ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટી ભોૈતિકશાષા ભવન ખાતે “Silicon Sovereignty: Semiconductor, Al Revolution & Al Powering the Future of India” વિષય પર નિષ્‍ણાત વાર્તાલાપ નું આયોજન કરવામાં આવ્‍યું હતું.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રાજકોટના ભૌતિકશાષા વિભાગ નાં ડો. દીવિત બી. ધ્રુવ દ્વારા સ્‍વાગત પ્રવચન રજૂ કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ IETE રાજકોટ સેન્‍ટરના ચેરમેન ડો. નિલેશ બી. કાલાણી દ્વારા IETEના ઇતિહાસ, તેની સ્‍થાપનાથી આજ સુધીની વિકાસયાત્રા વિશે વિસ્‍તળત માહિતી આપી હતી.

આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે IETE રાજકોટ સેન્‍ટર ના વરિષ્ઠ સભ્‍યોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ સન્‍માન દ્વારા સંસ્‍થાના વિકાસમાં તેમના યોગદાન અને તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.

ત્‍યારબાદ IETE ન્‍યુ દિલ્‍હીના પ્રમુખનો સંદેશ IETE રાજકોટ સેન્‍ટરના એક્‍ઝિકયુંટીવ કમિટી નાં સભ્‍ય ડો. અશ્વિની ડી. જોશી દ્વારા વાંચી સંભળાવવામાં આવ્‍યો હતો.

શ્રી પુનિત લાઠિયા, આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર સરકારી ઈજનેરી કોલેજ રાજકોટ દ્વારા “Silicon Sovereignty: Semiconductor, Al Revolution & Al Powering the Future of India” વિષય પર  વ્‍યાખ્‍યાન રજુ કરવામાં આવ્‍યુ હતું. આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ઊભરતી તકો વિશે જાણકારી આપી હતી.

અંતમાં IETE રાજકોટ સેન્‍ટરના માનદ સેક્રેટરી ડો. દિવ્‍યેશ આર. કેરાલિયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સંકલન ડો. અશ્વિની ડી. જોશી તથા ડો. દિવિત બી. ધ્રુવ દ્વારા કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. ભારવી હિરપરા, ભૌતિકશાષા વિભાગ તથા શ્રી બ્રિજેશ દેવાણી, આ.ઈ. ઈ. ટી. ઈ. રાજકોટ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

(2:31 PM IST)