<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

રાજકોટમાં રાષ્‍ટ્રીય વિચારધારાના એક સમર્પિત યુગની સમાપ્‍તિઃ મક્કમ મનોબળ અને તપસ્‍યાનું તેજસ્‍વી રત્‍ન એટલે મધુબેન ચિમનભાઈ શુક્‍લ

છેલ્‍લા શ્વાસ સુધી જીવનમાં જીવન ભરી દેતી તાજગી ઉત્‍સાહ અને ઉમંગ સાથે મુખારવિદ ઉપર હાસ્‍યના સ્‍થાયી ભાવ સાથે જીવન જીવી જાણનાર શ્રીમતી મધુબેન શુક્‍લ Ñ પંડીત દીનદયાલજીની સાદગીના સાક્ષી અને મોહન ભગવાનજીના પિતાજી સહિતના પ્રચારકોના આતિથ્‍યમાં તેમણે પોતાનું જીવન સમર્પી દીધું હતુ Ñ અતિથિ દેવો ભવના સૂત્રને જીવનભર ચરિતાર્થ કરનાર અનેક લોકલડત સંઘર્ષ ના સમયમાં અડીખમ રીતે ચીમન કાકા ની અને જનસંઘ ભાજપની પડખે ઊભા રહેનાર નીડર મહિલા Ñ સ્‍વર્ગસ્‍થ મધુબેન ચીમનભાઈ શુક્‍લઃ મજબૂત વૈચારિક પ્રતિબદ્ધતા, મક્કમ મનોબળ તેમજ ત્‍યાગ અને તપસ્‍યાના ગુણો ધરાવતું પ્રેમાળ નારી રત્‍ન

રાજકોટઃ શ્રીમતી મધુબેન ચીમનભાઈ શુક્‍લાએ ગઈકાલે મહા પ્રયાણ કર્યું અને જાણે કે રાજકોટમાં પારિવારિક દ્રષ્ટિથી શક્‍તિશાળી સક્રિય અને સમર્પિત ભાવ સાથે કામ કરનાર શ્રેણી ના એક યુગની સમાપ્તિ થઈ. મધુબેન ચીમનભાઈ શુક્‍લ

એક સમર્પિત કુટુંબ વત્‍સલ ગૃહિણી તો ખરા જ પરંતુ મધુબેન ચીમનભાઈ શુક્‍લ નું ઘર એટલે સૌરાષ્ટ્ર ગુજરાતના કાર્યકર્તાઓ માટેનું અવિરત રીતે ચાલતું રસોડું... પ્રસિદ્ધિથી હંમેશા દૂર રહી ગૃહ લક્ષ્મીની ઉક્‍તિને સાર્થક કરનાર શ્રીમતી મધુબેન શુક્‍લ જનસંઘના માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતના નહીં પરંતુ દેશના અગ્રણી નેતાઓ માટે પણ અત્‍યંત સન્‍માનનીય નામ.

મધુબેન શુક્‍લની એક ખૂબ જ ઓછી જાણીતી વાત એટલે મધુબેન લગભગ છેલ્‍લા છ માસને બાદ કરતા એટલે કે લગભગ ૯૫ વર્ષની વય સુધી નિયમિત રીતે નિヘતિ કરેલા મંદિરોમાં જાય અને ત્‍યાંના ભજન મંડળોમાં અવશ્‍ય પ્રાચીન ભજન નું ગાયન કરે સૌ બહેનો માં ઉત્‍સાહ પ્રેરે અને એક પ્રકારે જાગનાથ મંદિરથી લઈ અનેક મંદિરોના બહેનો મધુબહેનની હંમેશા રાહ જોતા હોય, એક પ્રકારે જીવનભર શ્રીમતી મધુબેને સક્રિયતા દાખવી અને કહી શકાય કે ‘‘મધુબેન જીવન જીવી ગયા''

જનસંઘની સ્‍થાપના પહેલા શ્રી ચીમનભાઈ શુક્‍લની જવાબદારી રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘમાં વિવિધ શ્રેણીમાં હતી અને તે સમયથી સમગ્ર શુક્‍લ પરિવારમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ પરિવારનું એક અભિન્ન અંગ બની ચૂક્‍યું હતું. સંયુક્‍ત પરિવારમાં ખૂબ જ મોટી સંખ્‍યામાં સાથે રહેતા શુક્‍લ પરિવારને ત્‍યાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના પ્રચારક શ્રીઓ નિયમિત રીતે ભોજન આવાસ નિવાસ સહિતની બાબતો માટે શુકલ પરિવારને આંગણે આવતા હતા. સંઘના પ્રારંભિક સમયમાં રાજકોટ ખાતે પ્રવાસમાં આવતા માનનીય શ્રી રાજપાલજી પુરી તેમજ વર્તમાન સરસ સંચાલક શ્રી મોહન રાવજી ભાગવતના પૂજ્‍ય પિતાજી મધુકર રાવ ભાગવત, શ્રી લક્ષ્મણ રાવ ઇનામદાર શ્રી ભાસ્‍કરરાવ દામલેજી, જેવા સમર્પિત અને ત્‍યાગની મૂર્તિ સમાન પ્રચારકશ્રીઓ રાજકોટમાં શુક્‍લ પરિવાર ભટ્ટ પરિવાર સહિતના પરિવારોમાં આવતા તે સમયે શ્રીમતી મધુબેન ચીમનભાઈ શુક્‍લ હંમેશા ઉત્‍સાહ અને ઉમંગ સાથે આ તપસ્‍વીઓનું સ્‍વાગત કરતા એટલું જ નહીં પરંતુ આ પ્રણાલીકા અવિરત રીતે ૬૦ વર્ષ કરતાં વધારે સમય ચાલી આવી છે જે ખાસ ઉલ્‍લેખનીય છે.

પરમ પૂજ્‍ય દ્વિતીય સર સંઘચાલક જી પૂજ્‍ય માધવરાવ સદાશિવરાવ ગોળવલકર ના પૂજ્‍ય માતા પિતા જ્‍યારે દ્વારકા સોમનાથના દર્શને પધારેલ ત્‍યારે પણ સત્‍યનારાયણની નીવાસ ખાતે તેઓનો નિવાસ રહેલો હતો, આમ મધુ ભાભી માટે દરેક મહેમાન દરેક અતિથિ સાચા અર્થમાં દેવ સમાન હતા.

જનસંઘ સમયે રાજકોટ ગુજરાત નું કેન્‍દ્ર હતું સ્‍વભાવીક ગુજરાત ના જ નહીં પરંતુ અન્‍ય રાજ્‍યો ના નાના મોટા કાર્યકર્તાઓ રાજકોટ આવતા અને સ્‍વ, ચીમનકાકા નો કાર્યકર્તાઓ ને સાચવવા ના સ્‍વભાવ ને કારણે દરરોજ ૪૦/૫૦ કાર્યકર્તાઓને ઘરે ( સત્‍યનારાયણનીવાસ) જમીને જ જવાનું જણાવતા દરરોજ નીયત સંખ્‍યા કરતા વઘારે લોકો ઘરે જમતા હોય છેલ્‍લે ઘરની મહીલાઓ ના ભાગે  ફક્‍ત રોટલી શાક કે દાળભાત વઘતા જે ના દ્વારા ઘરની મહીલા પોતાનું ભોજન પુરુ કરતા, અમારા મતે સૌરાષ્ટ્ર / ગુજરાત માં સંઘ કે જનસંઘ ના ફેલાવો કરવા માં જેટલો શુક્‍લ કુટુંબ ના પુરુષો નો ફાળો છે તેટલોજ મહીલાઓ નો પણ એટલોજ ફાળો છે.

જનસંઘના મહામંત્રી અને ઋષિ તુલ્‍ય રાજપુરુષ પંડિત દિનદયાલ ઉપાધ્‍યાયજી પણ સત્‍યનારાયણનીવાસ ખાતે નિવાસ તેમજ ભોજન અર્થે અચૂક પધારતા.

મધુબેન સાથે એક વખત વાતચીત થતી હતી અને તેમણે ખૂબ સરસ ઉદાહરણ આપ્‍યું પંડિત દિનદયાલજી શુક્‍લ પરિવારને આંગણે મહેમાન થયા હતા તે સમયે તેમનું જે પહેરણ હતું એટલે કે જે ઝબ્‍ભો હતો તે ખૂબ જ સાદગી પૂર્ણ હતો તેથી મધુભાભીએ દિનદયાલ જીને આદર સાથે પ્રેમ ભાવે કહ્યું ‘‘પંડિતજી આ આ જબ્‍બાના સ્‍થાને આપણે રાજકોટથી થોડા નવા જબા લઈ લઈએ તો વધુ સારું રહેશે'' ત્‍યારે ત્‍યાગ અને તપસ્‍યા ની સાક્ષાત મૂર્તિ પંડિતજીએ કહ્યું ‘‘ભાભી શ્રી હજુ આ ઘણો સમય ચાલે તેમ છે અને આપણે બધાએ તો સાદગીનું ઉદાહરણ પ્રસ્‍થાપિત કરવાનું છે''. આ ઉદાહરણ મધુ ભાભી હંમેશા આપતા હતા અને કહેતા હતા કે આવા પ્રકારના તપસ્‍વીઓને કારણે જનસંઘ ભાજપની પ્રગતિ થઈ છે.

સંઘ, જનસંઘ ની શરૂઆત ના સમયથી જ મહત્‍વના અઘીકારીઓ તેમજ નેતાઓ નો સત્‍યનારાયણ નીવાસ સાથે અનેરો ઘનીષ્ઠ નાતો રહ્યો છે,સંઘ ના વરિષ્ઠ અઘીકારી ઓ પૈકી આ. સ્‍વ, રાજાભાઈ નેને, આ. સ્‍વ. વકીલસાહેબ આ. સ્‍વ.દામલેજી, આ.સ્‍વ.નટવરસીંજી બાપુ, સહીત ના અનેક અઘીકારીશ્રીઓ તથા ભાજપ ના આ. સ્‍વ. વસંતભાઈ ગજેન્‍દ્‌ ગડકર, આ. સ્‍વ. નાથાભાઈ ઝગડા, આ. સ્‍વ. કાશીરામ રાણા, આ. આ. સ્‍વ. હરીસીંહજી ગોહીલ, આ. સ્‍વ. કેશુભાઈ પટેલ, આ. શ્રી શંકરસીંહજી વાઘેલા ,આ. સ્‍વ. સુર્યકાંતભાઈ આચાર્ય, આ. સ્‍વ, અનંતભાઈ દવે, વિ અનેક આગેવાનો એ સ્‍વ. મઘુબેન શુક્‍લ ની મહેમાનગતી માણી હતી, આ. પૂ. શ્રઘેય સ્‍વં, દીનદયાલજી, આ. પુજય અટલબિહારી વાજપાઈ, આ. સ્‍વ.સુદરસિહજી

ભંડારી, આ. સ્‍વ. જગ્‍ગનાથરાવજી જોશી, આ. સ્‍વ, યજ્ઞદત્તજી શર્મા, આ. સ્‍વ. કૂશાભાવ ઠાકરે, વિ અનેક નેતાઓ ની આગતાસ્‍વાગતા અને સેવા કરી સાચા અર્થ માં સ્‍વ. મઘુબેન શુક્‍લ એ સંઘપરીવાર ઘર્મ બજાવેલ, ભારતીય જનસંઘ ના પ્રારંભિક સંઘર્ષમય તબક્કામાં જનસંઘમાં ઉમેદવારો મળવા મુશ્‍કેલ હતા કારણ કે સંગઠનની શક્‍તિ મર્યાદિત હતી. વ્‍યાપ અને વિસ્‍તાર પણ મર્યાદિત હતો. ત્‍યારે ચૂંટણીમાં સ્‍વાભાવિક જ જનસંઘ ઉમેદવાર ઉતારે તો જ તેનો જનાધાર વધે આ સ્‍થિતિમાં સત્તા કે શાસનમાં જરા પણ રુચિ ન ધરાવનાર અને ત્‍યાગ અને તપસ્‍યાની સાક્ષાત ગૃહ લક્ષ્મી સમાન મધુ ભાભીને જનસંઘમાંથી કહેવામાં આવ્‍યું કે ‘‘કાકી.. તમારે ચૂંટણી લડવી પડશે કારણ કે આપણા વોર્ડ નંબર છ માં આ વખતે મહિલા ઉમેદવાર આપણને મળતા નથી...મધુકાકીએ આ સમયે આપેલો જવાબ પણ અગત્‍યનો હતો તેઓએ કહ્યું કે

રાજનીતિમાં કે પદમાં કે શાસનમાં મને જરા પણ રસ નથી પરંતુ જનસંઘના વ્‍યાપ અને વિસ્‍તારની વાત હશે તો હું ચોક્કસપણે ચૂંટણી લડવા માટે તૈયાર છું...ખબર હતી કોંગ્રેસ જીતવાની છે જેને સંગ જીતી શકવાની સ્‍થિતિમાં ન હતો પરંતુ આ ખમીરવંતી નારીયે પ્રચારની પરાકાષ્ઠા સર્જી બહેનોને લઈ અને પ્રચારનો ઝંઝાવત સર્જી દીધો જબરદસ્‍ત મહેનત કરી અલબત્ત સફળતા ન મળી પરંતુ માત્ર ૨૦ જેટલા મતે શ્રી વિઠ્ઠલભાઈ ના ધર્મ પત્‍ની સામે મધુ કાકી નો પરાજય થયો હતો પરંતુ અહીં આ બાબત એટલા માટે પ્રસ્‍તુત છે કે જનસંઘના પ્રારંભિક કાળમાં મધુ કાકી જેવા મહિલા અગ્રણીઓ એ ખૂબ મહેનત કરેલી છે.

આજે ખાસ કરીને વર્તમાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં બાલ શિક્ષણના સંદર્ભમાં ખાસ ભલામણ કરવામાં આવી છે પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે શ્રીમતી મધુબેન ચીમનભાઈ શુક્‍લ બાલ શિક્ષણ પ્રશિક્ષણના ક્ષેત્રમાં ખૂબ જ તજજ્ઞતા ધરાવતા હતા અને તેઓ તે સમયે મોન્‍ટેસરીની પૂર્ણ તાલીમ પ્રાપ્ત એવા પીટીસી હોલ્‍ડર હતા અને તેને જ કારણે મુંબઈની અત્‍યંત પ્રતિષ્ઠિત એવી વિલે પાર્લેમાં આવેલ સરલા સર્જન સ્‍કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા હતા અને આ શાળામાં પણ તેઓએ એક આદર્શ શિક્ષિકા તરીકેની નામના પ્રાપ્ત કરી હતી.

વાંકાનેરનાં મોરારજી ભટ્ટ જે રાજસ્‍થાન રાજ્‍યના એક સ્‍ટેટ ની જ્‍વેલરી હતા બાદ ભટ્ટ કુટુંબ વાંકાનેર અને અમદાવાદમાં સ્‍થાયી થયેલ, મૂળભૂત રીતે મધુબેનનો પરિવાર એક અગ્રણી ઝવેરી હતા અને તેમાં તેઓના પરિવારની ખૂબ મોટી નામના હતી અને આ જ કારણથી તેમના ભાઈ એટલે કે કૌશિકભાઈ, કશ્‍યપભાઈ, નેહલભાઈ અને કાશ્‍મીરાબેન ના મામા ઝવેરી મામા તરીકે ઓળખાતા હતા.

કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ અને જનસંઘની સ્‍થાપના પછી ત્રણ ચાર વર્ષ પછી જ તુરંત જ મુરબ્‍બી શ્રી ચીમનભાઈ શુક્‍લ સાથે જનસંઘના કામમાં જોડાઈ ગયેલ શ્રી વજુભાઈ વાળા...જ્‍યારે જ્‍યારે મધુકાકીને મળે ત્‍યારે બંને વચ્‍ચે ખૂબ જ મજાક થાય અને મધુ કાકી પણ એટલા જ આનંદી તથા શ્રી વજુભાઈ પણ હાજર જવાબી આમ બંનેનો સંવાદ ખૂબ જ આનંદ આપનારો બની રહે.... પ્રારંભમાં શ્રી વજુભાઈ વાળા સત્‍યનારાયણ સત્‍યનારાયણ નિવાસમાં આવેલી ચીમન કાકા ની ઓફિસમાં જ વકીલાત કરતા હતા આમ આ પરિવાર સાથે વજુભાઈનો ખૂબ જ જૂનો નાતો.

પારિવારિક દ્રષ્ટિથી મધુબેન ચીમનભાઈ શુક્‍લ સ્‍વર્ગસ્‍થ અભય ભારદ્વાજ અને શ્રી નીતિનભાઈ ભારદ્વાજના સગા પિતરાઈ બહેન થાય અને સાથોસાથ મામી પણ થાય તેથી શ્રી અભય ભારદ્વાજ સાથે મધુબેન હંમેશા વકીલાતના સંદર્ભમાં મીઠી મજાક કરે તેમજ રાજકારણના સંદર્ભમાં પણ રસપ્રદ એવી ચર્ચા શ્રી અભય ભારદ્વાજ સાથે કરે, કારણકે આમ મધુબેન અભય ભાઈના બહેન થાય તેથી ભાઈ બેન વચ્‍ચે મીઠી મજાક પણ થાય અને અનેક વિષયો ઉપર ચર્ચા પણ થાય. માનનીય શ્રી ચીમનભાઈ શુક્‍લ ચાર ભાઈઓ અને તેમના ભાઈઓ એમ કુલ ૧૧ ભાઈઓનો પરિવાર લોધાવાડ ચોક ખાતે રહે અને તેઓનો અદભુત સંપ... મધુ કાકી સૌના પ્રિય આ ઉપરાંત ખાસ ઉલ્‍લેખનીય એટલે શ્રીમતી રમાબેન કાંતિભાઈ વૈદ્ય તેમજ વિજય પ્‍લોટ માં સંઘના કાંતિ બાપુજી અને યશવંત કાકા પરિવાર તેમ જ હંસિકાબેન અરવિંદભાઈ મણીયાર સહિત બહેનોએ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં પણ ખૂબ કામગીરી કરી છે અને મધુ કાકી પણ સેવિકા સમિતિમાં તે સમયે ખૂબ જ સક્રિય હતા...આવા મધુ કાકી એ મહાપ્રયાણ કર્યું છે ત્‍યારે આ નારી રત્‍નને આદર ભરી અંજલી.

આલેખન

કમલેશભાઈ જોષીપુરા

પૂર્વ કુલપતિ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ

(મો.૯૮૨૪૨ ૧૨૦૩૩)

(2:18 PM IST)