<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

બે નાયબ ઈજનેરોના સસ્‍પેન્‍શન સામે ઇજનેર અધિકારીઓનું સંગઠન મેદાને

‘અત્‍યારે નહીં, દોષિત સાબિત થાય તો પગલાં લેજો': મ્‍યુનિસિપલ કમિશનરે કરેલા સસ્‍પેન્‍શન પાછા ખેંચવા સહિત વિવિધ મુદે મનપાના એન્‍જિનિયર એસોસિએશનની રજૂઆત

સસ્‍પેન્‍શન પાછુ ખેંચો... રજુઆત : રાજકોટઃ મ્‍યુનિ.કમિશનર તુષાર સુમેરા દ્વારા ગઇકાલે બે અધિકારીઓને ૧૫૦ ફુટ રીંગરોડ પરના બ્રિજની કામગીરીમાં ઘોરબેદરકારી અંગે બે ઇજનેરોને સસ્‍પેન્‍ડ કરવામાં આવતા તેના ઘેરા પડઘા પડયા હતા અને મનપાના ઇજનેર સહિતના સંગઠનો આ અધિકારીઓને વ્‍હારે આવી આજે સંગઠનના આગેવાનોએ મ્‍યુનિ.કમિશનર તુષાર સુમેરાને આ અધિકારીઓના સસ્‍પેન્‍શનન પાછા ખેંચવા સહિતના વિવિધ મુદે યોગ્‍ય કરવા આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. તે વખતની તસ્‍વીર.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા.૧૦: રાજકોટ મહાનગરપાલિકામાં બે નાયબ ઈજનેરોને સસ્‍પેન્‍ડ કરવાના મ્‍યુનિસિપલ કમિશનરના નિર્ણય સામે હવે મનપાના ઈજનેરોનું સંગઠન મેદાને આવ્‍યું છે. રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન એન્‍જિનિયર એસોસિએશને રજૂઆત કરી બંને અધિકારીઓના સસ્‍પેન્‍શનના કેસની નિયમ મુજબ સમીક્ષા કરી તેમને પુનઃ ફરજ પર લેવા માંગ કરી છે.

આ અંગે એસોસિએશનએ મ્‍યુનિ.કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે  કોઈ અધિકારી સામે કાર્યવાહી કે કેસ ચાલતો હોય ત્‍યારે માત્ર તેના આધારે લાંબા સમય સુધી ફરજમોકૂફ રાખવાને બદલે લાગુ સેવા નિયમો, શિસ્‍ત અને અપીલના નિયમો મુજબ કેસની સમીક્ષા થવી જોઈએ. અધિકારી સામેના આક્ષેપો તપાસ કે કાયદાકીય પ્રક્રિયામાં સાબિત થાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે, પરંતુ ત્‍યાં સુધી સસ્‍પેન્‍શન ચાલુ રાખવાના નિર્ણયની પુનઃવિચારણા થવી જોઈએ તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

તાજેતરમાં મ્‍યુનિસિપલ કમિશનર દ્વારા ગઇકાલે ૧૫૦ ફૂટ રીંગરોડના બ્રિજના કામગીરીમાં ઘોરબેદરકારી અંગે કરવામાં આવેલા બે નાયબ ઈજનેરોના સસ્‍પેન્‍શનને પાછું ખેંચી તેમને ફરી ફરજ પર લેવા એસોસિએશને રજૂઆત કરી છે. સાથે જ ફરજમોકૂફ અધિકારી-કર્મચારીઓના કેસોની સમયાંતરે સમીક્ષા કરીને યોગ્‍ય જણાય ત્‍યાં પુનઃ ફરજ પર લેવાની કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે.

વધુમાં આ પાઠવેલ પત્રમાં ખાલી જગ્‍યાઓ ભરાતી નથી, બઢતી અટવાય છે ને મૂળ એન્‍જિનિયરિંગના બદલે તથા  અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)ની વર્ગ-૩ની જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા, ઉચ્‍ચતર પગાર લાભ આપવા અને ખાલી મહેકમ તાકીદે ભરવા માંગ તથા ‘ઈજનેરો પાસે બસ ચેકિંગથી B.L.O. સુધીની કામગીરી કેમ?' મૂળ એન્‍જિનિયરિંગ કામગીરીને પ્રાથમિકતા આપવા એસોસિએશનનો  સહિતના મુદ્‌ે એ રજૂઆત કરી યોગ્‍ય કરવા માંગ કરી છે.

આમ, બે નાયબ ઈજનેરો સામેની કાર્યવાહી બાદ હવે મનપાના જ ઈજનેર સંગઠને સસ્‍પેન્‍શન સામે અવાજ ઉઠાવતા આ મુદ્દો મહાનગર પાલિકાના વહીવટી વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્‍યો છે.

(3:21 PM IST)