News of Tuesday, 26th May 2026
EPF કર્મચારી સંઘની માંડવીયાજી સાથે મુલાકાત

કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO), પ્રાદેશિક કચેરી રાજકોટ દ્વારા રાજકોટ ખાતે આયોજિત જન સંપર્ક કાર્યક્રમ ના શુભ અવસર પર, શ્રમ અને રોજગાર, રમતગમત તથા યુવા મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાજીએ ઉપસ્થિત રહી અને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના તથા પોરબંદર રોજગાર મેળા વિશેની માહીતી થી નિયોકતાઓ અને કર્મચારીઓ ને વાકેફ કર્યા. આ કાર્યક્રમ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ, ભક્તિનગર, રાજકોટ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ અવસર પર સર્કિટ હાઉસ ખાતે ભારતીય મજૂર સંઘ (BMS) ના પૂર્વ અખિલ ભારતીય અધ્યક્ષ તથા વરિષ્ઠ કાર્યકર્તા હસુભાઈ દવેજીએ મંત્રીશ્રી સાથે મુલાકાત કરી હતી. તેમના સાથે અખિલ ભારતીય EPF કર્મચારી સંઘ (BMS સંલગ્ન) ના મહાસચિવ શ્રી આસિફ શેખ પણ હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, માધવ દવે (ભારતીય જનતા પાર્ટી, રાજકોટ શહેર અધ્યક્ષ) તથા જિગ્નેશ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા
(2:08 PM IST)










