<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

મનપાના આરોગ્‍ય વિભાગની અલગ-અલગ કેડરની રવિવારે પરિક્ષાઃ ફકત ૩ જગ્‍યા માટે અધધ ૩૦૦ અરજીઓનો ઢગલો!

જુનિયર ફાર્માસિસ્‍ટ આયુર્વેદ, કલોરિન એટન્‍ડન્‍ટ, કોમ્‍યુનિટી ઓર્ગેનાઇઝરની જગ્‍યા ભરવા કાર્યવાહી

રાજકોટ, તા. ૬: રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્‍ય વિભાગમાં જુદી જુદી જગ્‍યાઓ માટે આગામી ૧૦ મે, રવિવારે લેખિત પરીક્ષા યોજાશે.

મનપાની સત્તાવાર યાદી મુજબ, ચૂંટણીની આચારસંહિતા પહેલાં જુનિયર ફાર્માસિસ્‍ટ (આયુર્વેદ), ક્‍લોરીન એટેન્‍ડન્‍ટ અને કોમ્‍યુનિટી ઓર્ગેનાઈઝર જેવી જગ્‍યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ત્રણેય જગ્‍યાઓ માટે સમય મર્યાદામાં ૩૦૦થી વધુ અરજીઓ પ્રાપ્ત થઈ છે.

કોર્પોરેશન દ્વારા આ લેખિત પરીક્ષા તા. ૧૦ મેના રોજ મહાત્‍મા ગાંધી સ્‍કૂલ, ટીપુવન પાર્ક, અજમેરા શાષાી નગર સામે, નાના મૌવા મેઇન રોડ, રાજકોટ ખાતે લેવામાં આવશે.


 

કઇ જગ્‍યા માટે કેટલી અરજી?

જગ્‍યાનું નામ          જગ્‍યાની સંખ્‍યા        અરજીઓની સંખ્‍યા

જુનિયર ફાર્માસિસ્‍ટ (આયુર્વેદ)         ૦૧         ૪૬

કલોરીન એટેન્‍ડન્‍ટ              ૦૧         ૧૬૦

કોમ્‍યુનિટી ઓર્ગેનાઇઝર           ૦૧         ૧૦૯  

(3:45 PM IST)