<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

મહેસુલ કર્મચારીઓ માટેની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

રાજકોટમાં રપ મેથી તા.૩૦ સુધીમાં ૬૭૦ કર્મચારીઓ પરીક્ષા આપશે

રાજકોટ, તા., ૧પઃ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજકોટ સહિત સમગ્ર રાજ્‍યના મહેસૂલી કર્મચારીઓ માટે એક મહત્‍વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્‍યો છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે ગુજરાત ઉચ્‍ચ મહેસૂલ લાયકાત પરીક્ષા-૨૦૨૬નો વિગતવાર કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દેવાયો છે. આ પરીક્ષા આગામી તા. ૨૫/૦૫/૨૦૨૬ થી તા. ૩૦/૦૫/૨૦૨૬ દરમિયાન વિવિધ કેન્‍દ્રો પર યોજાશે.

કલેક્‍ટર કચેરીના  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અગાઉ આ પરીક્ષા એપ્રિલ માસમાં યોજવાનું આયોજન હતું, પરંતુ વહીવટી અનુકૂળતા ખાતર તારીખોમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે. આ પરીક્ષામાં રાજકોટ, અમરેલી, ભાવનગર,ે બોટાદ,સુરેન્‍દ્રનગર  જિલ્લાના નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટી સંવર્ગના લાયકાત ધરાવતા ૬૬૯ કર્મચારીઓ રાજકોટ ખાતે પરીક્ષા આપશે. શહેરના અલગ-અલગ નવ જેટલા સેન્‍ટરોની ફાળવણી કરવામાં આવી છે.મામલતદારના પ્રમોશન માટે આ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે. આ સાથે જ તમામ માન્‍ય ઉમેદવારોના બેઠક ક્રમાંક પણ જાહેર કરી દેવામાં આવ્‍યા છે.(

(4:23 PM IST)