<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

સુરતમાં ‘અડધો કલાક'માં મોંઘીદાટ બાંધણી ચોરી, ભાગેલી રાજકોટની ચાર મહિલાઓની ટોળકી ઝડપાઇ

માલવીયાનગરના પીઆઇ જે.એમ. કૈલા અને પીએસઆઇ કે.ડી. મારૂ અને ટીમ દ્વારા કાર્યવાહીઃ શિતલ, નયના, આશા અને કિરણ પોલીસ લોકઅપમાં

રાજકોટ, તા. ૩૧: સુરતનાં અડાજણમાં રહેતા વેપારીની વરાછાના ઉમરવાડામાં જુની બોમ્‍બે માર્કેટમાં આવેલી સાડીની દુકાનમાંથી નજર ચુકવી રૂા. ર૦ હજારની બે બાંધણી સાડીની ચોરી કરવાના ગુનાનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી નાખી રાજકોટની ચાર મહિલાઓને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

આ મામલે સુરતના અડાજણમાં શંખેશ્વર હાઇટસમાં રહી વરાછામાં જુની બોમ્‍બે માર્કેટમાં અભીનંદન બંધેજ નામે દુકાન ધરાવતા વેપારી કલ્‍પ જીતેન્‍દ્રભાઇ ડુંગાણી (ઉ.વ. રર) એ વરાછા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્‍યુ હતું કે ગઇ તા. ર૬ નાં સાંજે ચાર વાગ્‍યે ચાર અજાણી મહિલા સાડીની ખરીદી કરવા તેની દુકાને આવી હતી. તેને સાડી બતાવી હતી પરંતુ અડધો કલાક બાદ સાડીની ખરીદી કર્યા વગર દુકાનેથી જતી રહી હતી. ત્‍યાર બાદ રાત્રે તે તેના બે કર્મચારી સાથે દુકાનમાં સાડી ગોઠવતા હતા ત્‍યારે બે હાથ બનાવટની રૂા. ર૦ હજારની કિંમતની બે બાંધણી સાડી જોવામાં નહી આવતા સીસીટીવી કુટેજ જોતા તેમા તેને સાડીના ભાવતાલની વાતચીતમાં વ્‍યસ્‍ત રાખી નજર ચુકવી ચારેય મહિલાઓ બે સાડી ચોરતી કેદ થતા ફરીયાદ નોંધાવી હતી. બીજી તરફ આ મામલે રાજકોટમાં માલવીયાનગર પોલીસના પીઆઇ જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.મારૂ સહિતના સ્‍ટાફે ગુનાનો ભેદ ઉકેલી હેડ કોન્‍સ. અનીલભાઇ જીલરીયા અને કોન્‍સ. કરમણાભાઇ જાદવને મળેલી બાતમીના આધારે શીતલબેન લાલજીભાઇ હાડા (રહે પાણીના ટાંકા સામે, કોઠારીયા ગામ) નયનાબેન રમેશભાઇ સોલંકી (રહે ૧૦ માળીયા કવાટર, ઓમ હા. બોર્ડ, કિરણબેન રઘુભાઇ ડોડીયા (રહે નવલનગર, મવડી)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્‍યુ કે ચારેય મહિલાઓને અલગ-અલગ સ્‍થળેથી ઝડપી લઇ બને ચોરાઉ સાડી કબ્‍જે કરી હતી. પુછતાછમાં તે ડ્રેસ, સાડી  છુટક વેચવાનો ધંધો કરતા હોવાથી સેરત ખરીદી કરવા ગયા બાદ ચોરી કર્યાનું પ્રાથમિક પુછતાછમાં જણાવ્‍યુ છે.  આ કામગીરી પો. ઇન્‍સ. જે.એમ.કૈલા તથા પો. બસ.ઇન્‍સ. કે.ડી.મારૂ તથા એ.એસ.આઇ. કેતનભાઇ શેખલીયા, કેતનભાઇ નીકોલ તથા પો. હેડ.કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા, સારંગભાઇ ઓગાણીયા, અનીલભાઇ જીલરીયા તથા પો. કોન્‍સ. વીશ્વરાજસિંહ જાડેજા, અમરદિપસિંહ જાડેજા, કરણભાઇ જાદવે કરી હતી

(3:16 PM IST)