<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

દયાભાભીના પાત્રની શોધ કરવા રાજકોટ, જામનગર, કચ્છ સહીત ગુજરાતના મહાનગરોમાં આશીતભાઈ મોદી આવશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લાખો દર્શકોના ૯-૯ વર્ષથી સતત આતુરતાથી પૂછાતા પ્રશ્નો અંતે નિર્માતાએ અકિલા સમક્ષ સત્તાવાર ઉત્તર આપ્યો : ૨૦૧૭માં સંતાનોના ઉછેર માટે ટોચે બિરજવા છતાં અભિનય જેની રગે રગમાં વશે છે તેવા દિશા વાંકાણીએ સિરિયલને અલવિદા કરેલ, આજે લાખો દર્શકો નહિ, ખુદ નિર્માતા અને પ્રત્યેક કલાકારોને તેને ભુલી શક્યા નથી

રાજકોટઃ  આખરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના લાખો દર્શકોમાં ૯, ૯ વર્ષથી સતત આતુરતા, ઉત્સુકતાપૂર્વક પૂછાતા પ્રશ્નો અંતે સત્તાવાર જવાબ મળ્યો છે, આ દિશામાં ટૂંક સમયમાં ગતિવિધિ શરુ થશે.

 સોની ટીવીમાં જે પહેલા સબ ટીવી પર આજથી ૧૮ વર્ષ પહેલા નીલા ટેલી ફીલ્મ, આશિતભાઈ મોદી દ્વારા નિર્મિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ શરુ થયેલ.આ સિરિયલના તમામ કિરદાર ખુબ લાજવાબ, પરંતુ  દયાભાભીનું પાત્ર સહુથી વધુ લોક પ્રિય. દયાભાભી ( દિશા વાંકાણી)ના પાત્ર વગર આ સિરિયલની કલ્પના કરવી ફકત દર્શકો માટે જ નહિ, નિર્માતા માટે પણ અઘરી હતી અને આજે પણ છે, તેમ કહીએ તો ખોટું નથી. 

દર્શકો જેની બોલવાની સ્ટાઇલ, માસુમોયતા પર હસી હસીને લોથ પોત થતાં તેવા દયા ભાભીના પાત્રમાં દિશાએ   જીવ રેડેલ તેમ કહીએ તો ખોટું નથી. ચિત્રલેખા સપ્તાહિકમાં વર્ષો સુધી ગુજરાતના જાણીતા લેખક સ્વ. તારક મહેતા દ્વારા દર સપ્તાહે પ્રસિદ્ધ થતી. જેના પરથી ખુબ દુરદેશા એવા આશિતભાઈ મોદી દ્વારા આ સિરિયલ બનાવવામાં આવેલ. 

 અગાઉ જણાવ્યુ તેમ આશિતભાઈ મોદી ખુબ દુરનું જોઈ શકે તેવા દુરદેશા, એટલે મૂળ સિરિયલમાં મુંબઈના માળા (ચાલ) ની જગ્યાએ તેમણે ફ્લેટની હાઉસિંગ સોસાયટી ગોકુલધામ નિર્માણ કર્યું, મૂળ સિરિયલમાં ટપુડો ટપુ મહત્વનું પાત્ર, જયારે દયા ભાભી ભાગયે જ બોલતું પાત્ર, અહીંથી જ સહુથી મોટો ટર્નિગ પોઇન્ટ આવ્યો, દયાભાભીને સહુથી વધૂ આગાવી સ્ટાઇલમાં બોલતું પાત્ર નિર્માણ કર્યું, અને દયાભાભી છવાયા. પિતા ભીમભાઈ વાકાણી, મયુર વાંકાણી સુંદર વિરા જેવા ભાઈ આવા જબરજસ્ત આર્ટિસ્ટ પરિવાર સાથે સંકળાયેલ, દિશાના ૨૦૧૫ માં ચાર્ટડ એકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન થયા, સંતાનોની જવાબદારીથી ૨૦૧૭માં સિરિયલ છોડી પણ આજે પણ નિર્માતા કે દર્શકો ભૂલ્યા નથી  તેમના સ્થાને ઘણાં નામો માધ્યમમાં ચમક્યા, આશિતભાઈએ પણપ્રયાસો કર્યા, પણ સફળ ન થયા

હવે લોકોની લાગણી, માંગણી ધ્યાને રાખી, ખુબ વ્યસ્ત રહેતા આશિતભાઈ દ્વારા દયાબેનના પાત્રની શોધ ખોળ માટે રાજકોટ, જામનગર, કચ્છ, અમદાવાદ, સુરત અને વડોદરા આવવાનું નક્કી કર્યું છે. અકિલા સાથેની વાતચીતમાં આશિતભાઈ મોદી દ્રારા દયાભાભીના પાત્રની શોધખોળ માટે આવવાની વાતને સત્તાવાર રીતે સમર્થન આપેલ છે. (૩૫.૭)

મૂળ હાસ્ય કોલમમાં દયાબેનનું પાત્ર ખુબ ઓછા બોલું હતું: દૂરંદેશા આશીતભાઈ મોદી દ્વારા નવું કર્યુ, અને મૌઇન પાત્ર બન્યું

રાજકોટઃ ચિત્રલેખા સાપ્તાહિકમાં ગુજરાતના મોટા ગજાના હાસ્ય લેખક સ્વ. તારક મહેતા દ્વારા, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં હાસ્ય કોલમ વર્ષો સુઘી ધૂમ મચાવી હતી. આશિતભાઈ મોંદી દ્રારા  સિરિયલ બનવવા હક્કો મેળવ્યા ખુબ દુરદેશા આશિતભાઈ મોદીએ દયાના ખુબ ઓછા બોલતા પાત્રને સહુથી વધુ અને આગવી સ્ટાઇલથી બોલતું પાત્ર બનાવ્યું અને ચમત્કાર થયો હોય તેમ સહુથી વધુ લોકપ્રિય બન્યું..

આશિત કુમાર મોદીએ દિશા વાકાણી પોતાને રાખડી બાંધતો ફોટો મુકતા, દયા ભાભી રિટર્નસના ન્યૂઝ વાયરલ થયેલ  

રાજકોટ :તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આશિત કુમાર મોદી (આશિત ભાઈ) દિશા વાંકાણીને પોતાની નાની બેન ઘણા વર્ષોથી માને છે, થોડા વર્ષ  પહેલા આશિતભાઈ દ્રારા દિશા (દયા ભાભી) તેમને રાખડી બાંધે છે તેવો ફોટો સોસ્યલ મીડિયા પર મુક્યો, અને મીડિયા ચેનલોમાં દયા ભાભી રિટર્ન્સ ન્યૂઝ આગની માફક ફેલાયા અને વાયરલ થયા. આ બાબતે આ સમયે અકિલા સાથે વાતચીતમા જણાવેલ કે આ ન્યૂઝમાં તથ્ય નથી. અંગત લાગણીના સંબંધો અને પ્રોફેશ્નલ સંબધો ભેગા ન કરવા જોઈએ.

લેખન,સંકલનઃ

જગદીશભાઈ ગણાત્રા, વરિષ્ઠ પત્રકાર અકિલા

(3:01 PM IST)