<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ખરીફ પાકના ટેકાના ભાવમાં મબલખ વધારાથી ખેડૂતોમાં ખુશીનું વાવેતર

મોદી સરકારના નિર્ણયને ‘સોળઆની' ગણાવી વધાવતા ભૂપત બોદર

રાજકોટ : તા. ૧૪ :..  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના  નેતળત્‍વ હેઠળની કેન્‍દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સમયસર જાહેર કરવામાં આવતા દેશભરના ખેડૂતોમાં ખુશીની લાગણી વ્‍યાપી છે. ખેડૂતોએ વાવેતરની શરૂઆત કરે તે પહેલાં જ પાકોના ટેકાના ભાવ જાહેર કરવાના આ ઐતિહાસિક અને ખેડૂતલક્ષી નિર્ણયને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભુપતભાઈ બોદરે આવકારી કેન્‍દ્ર સરકાર તથા રાજ્‍યની ભાજપ  સરકારને અભિનંદન પાઠવ્‍યા છે.

વધુમાં તેઓએ જણાવેલ કે  કેન્‍દ્ર સરકાર દ્વારા ખેડૂતોના કલ્‍યાણ માટે પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે સીધી સહાય જમા કરવામાં આવી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને સરળતાથી પાક લોન મળી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે સુરક્ષા આપી રહી છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી કળષિ સિંચાઈ યોજના દ્વારા દર ખેડૂતને પાણીના સંકલ્‍પ સાથે સિંચાઈ સુવિધાઓ મજબૂત બની રહી છે. નેચરલ ર્ફામિંગ, ડ્રિપ અને સ્‍પિં્રેકલર સહાય યોજના, ખાતર સહાય, ખેડૂત ઉત્‍પાદન સંગઠન (FPO) જેવી અનેક યોજનાઓ ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ ધપાવી રહી છે.

તેમજ ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતળત્‍વમાં રાજ્‍ય સરકાર પણ ખેડૂતોના હિતમાં સંવેદનશીલતાથી કાર્ય કરી રહી છે. રાજ્‍ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના, જળ સંચય અભિયાન, ખેડૂત સહાય પેકેજ, વીજ સહાય, ખેડૂત માર્ગદર્શન કેમ્‍પ તેમજ કળષિ મહોત્‍સવ જેવા કાર્યક્રમો દ્વારા ખેડૂતોને સીધો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે.

વર્ષ ૨૦૨૬-૨૭ માટે જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ મગફળીનો ભાવ રૂ. ૭,૫૧૭  પ્રતિ ક્‍વિન્‍ટલ, કપાસ (લંબતારી) રૂ. ૮,૬૬૭, ડાંગર રૂ. ૨,૪૪૧, જુવાર રૂ. ૪,૦૨૩, બાજરી રૂ. ૨,૯૦૦, રાગી રૂ. ૫,૨૦૫, મકાઈ રૂ. ૨,૪૧૦, તુવેર રૂ. ૮,૪૫૦, મગ રૂ. ૮,૭૮૦, અડદ રૂ. ૮,૨૦૦, સોયાબીન રૂ. ૫,૭૦૮ તેમજ તલ રૂ. ૧૦,૩૪૬ પ્રતિ ક્‍વિન્‍ટલ મળશે.

ગત વર્ષની સરખામણીએ કપાસમાં રૂ. ૫૫૭, તલમાં રૂ. ૫૦૦, તુવેરમાં રૂ. ૪૫૦ તથા ગુજરાતના મુખ્‍ય પાક મગફળીમાં રૂ. ૨૫૪ પ્રતિ ક્‍વિન્‍ટલનો વધારો કરવામાં આવ્‍યો હોવાનું શ્રી ભૂપત બોદરએ જણાવ્‍યું છે.

(1:15 PM IST)