<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

પડધરીમાં ખેડૂતોની મહારેલીઃ વિજ પોલ મુદે આક્રોશ

ખેતરોમાં હેવી વિજ લાઇન અને વિજ પોલ ઉભા કરવાના મુદે ન્‍યાયની માંગ

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી, તા.૭: ખાનગી કંપનીઓ અને સરકાર દ્વારા ખેતરોમાં હેવી વીજલાઇન  અને વીજપોલ ઉભા કરવાના વિવાદ ને કારણે  ખેડૂતોએ મોરબીના જેતપર ખાતે શ્રી આંદોલન શરૂ કર્યુ છે. ખેડૂતોની મુખ્‍ય આક્ષેપ હતો કે તેમની ફળદ્રુપ જમીનમાંથી બળજબરીપૂર્વક વીજલાઇનો પસાર કરવામાં આવે છે. અંતે તેનું યોગ્‍ય વળતર મળતુ નથી આજ પ્રશ્નને લઇને આજે સવારના ૯ વાગ્‍યે મોવૈયા સર્કલ પરથી એક વિશાળ ખેડૂત મહારેલી પડધરી મુખ્‍ય બજાર પરથી પસાર થઇ મામલતદાર કચેરી સુધી જશે જેમાં ખેડૂત હેત રક્ષક સમિતિ દ્વારા મામલતદારશ્રી ને એક આવેદન પાઠવવામાં આવેલ છે જેમાં જણાવ્‍યા અનુસાર પડધરી તાલુકામાં ખાનગી વીજ કંપની દ્વારા ખેડૂતોની ખેતી લાયક જમીનમાંથી હેવી વીજ લાઇન પસાર કરવા તથા થાંભલા ઉભા કરવાની કાર્યવાહી ખેડૂતની લેખિત સમતિ  વિના કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોમાંભારે રોષ અને ચિંતાની લાગણી વ્‍યાપી છે.

પડધરી તાલુકા ‘‘ખેડૂત હિતરક્ષક સમિતિ'' ખેડૂતોના ન્‍યાય સંગત હક્કો માટેની લડતમાં તેમની સાથે અડગપણે ઉભી છે. અને મોરબીના જેતપર ગામે ચાલે રહેલા ખેડૂત આંદોલનને સંપૂર્ણ સમર્થન જાહરે કરે છે. અમે વિકાસના વિરોધી નથી, પરંતુ ખેડૂતોના હિતોની અવગણના વિરોધી છીએ તેથી અસરગ્રસ્‍ત ખેડૂતોને જંત્રીના આધારે નહી પરંતુ જમીનની વાસ્‍તવિક બજાર કિંમત કરતા ચાર ગણુ વળતર ચૂકવવામાં આવે અથવા જે ખેડૂતોની જમીનમાં હેવી વીજલાઇનના બળજબરીપૂર્વક વીજ લાઇનો પસાર કરવામાં આવે છે અને તેનું યોગ્‍ય વળતર મળતુ નથી આજ પ્રશ્ન ને લઇને એક વિશાળ ખેડૂતમહારેલી પડધરી મુખ્‍ય બજાર પરથી પસાર થઇ મામલતદાર કચેરી સુધી જશે જેમાં ખેડૂત હીત રક્ષક સમિતિ દ્વારા પડધરી તાલુકાના ૪૪ ગામો આ વીજ લાઇન અને વીજપોલ ઉભા કરવામાં આવનાર હોય તેના અનુંસંધાને મામલતદારશ્રી ને એક આવેદન પાઠવવામાં આવેલ છે. હાલ ૩ ગામોને આ અંગેની નોટીસો પણ પાઠવી દેવામાં આવેલ છે. 

 

(1:18 PM IST)