હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશનું ઈમ્પોર્ટ બિલ બચાવવા અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્યઃ ભરત પરસાણા
નરેન્દ્રભાઈની અપીલ બે રીતે ઉપયોગી બનશેઃ જમીનના રસકસ સચવાઈ રહેશે અને લોકોના આરોગ્યને પણ ફાયદો થશે ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અને ‘સીવીઆર' ટેકનિકથી અમરેલીના ખેડૂતે દોઢ વીઘામાં મેળવી ૨ લાખની આવક રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી અપનાવવાથી જમીનનો રસકસ સચવાશે, લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને દેશનું ફોરેન એક્સચેન્જ બચશે

રાજકોટઃ સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ અને ગૌ-પ્રેમી ભરતભાઈ પરસાણા (૯૭૨૬૩ ૯૯૬૯૯)ના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીનું જન આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. રાસાયણિક ખાતરના વધતા ભાવો અને સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો વચ્ચે પદ્મશ્રી ચીંથલા વેંકટ રેડ્ડી દ્વારા સંશોધિત 'CVR' ટેકનિક અને ગૌ-આધારિત ખાતરનો પ્રયોગ સફળ રહ્યો છે. અમરેલીના દેવડીયા ગામના એક ખેડૂતે આ પદ્ધતિથી દોઢ વીઘા જમીનમાં કાશ્મીરી મરચીનું વાવેતર કરી ૨ લાખ રૂપિયાની મબલખ આવક મેળવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ પણ આ પ્રયોગને પ્રમાણિત કર્યો છે.
દેશમાં છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતી માટે આંદોલન થઈ રહ્યું છે અને આ એક જન આંદોલન છે. આ જન આંદોલનને અત્યાર સુધી જે પ્રતિસાદ મળવો જોઈતો હતો તેવો અપેક્ષિત પ્રતિસાદ મળ્યો નથી. પરંતુ દેશના હાલના સંજોગો અને દેશભક્તિની વાત કરીએ તો, હવે આપણા માટે એટલે કે ખેડૂતો માટે આ એક ધર્મ બની ગયો છે કે ખેતીમાં ફર્ટિલાઈઝર એટલે કે રસાયણો વાપરવાને બદલે પ્રાકૃતિક ખેતી કરવી. પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરીને ખેતી કરવાથી બે મુખ્ય બાબતોનો ફાયદો થાય છે. એક તો લોકોને ઝેર વગરનું અનાજ, શાકભાજી અને ફળ મળી શકે છે અને તેનાથી દેશનું સરેરાશ આરોગ્ય સુધરે છે; અને બીજું, દેશની હાલના સંજોગોમાં ખાડી યુદ્ધને કારણે જે ઈમ્પોર્ટ બિલ એટલે કે ફોરેન એક્સચેન્જની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, તેમાં દેશવાસી તરીકે અને ખેડૂત તરીકે આપણે ખાતરની આયાત ન કરવી પડે. ખાતરનો ઉપયોગ ઓછો કરવાથી દેશને આપણે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભક્તિથી ઉપયોગી થઈએ છીએ.
રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ, ગૌ-પ્રેમી અને ઓર્ગેનિક ખેતીના હિમાયતી ભરતભાઈ પરસાણાએ ખેતીમાં ઓછા પાણીથી વધુ પાક કેમ લઈ શકાય તેના માટેના ઉપાયો બતાવ્યા છે. આ પ્રયોગો તેમણે પોતાની જમીન પર કરીને વધુ પાક મેળવ્યો છે, તેથી આ એક પ્રમાણિત થયેલો ઉપાય છે. રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓથી પકવેલું અનાજ ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી છે. આવા સમયે જો કોઈ મજબૂત વિકલ્પ હોય, તો તે માત્ર ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી છે.
તાજેતરમાં અમરેલી જિલ્લાના દેવડીયા ગામના ખેડૂતે ભરતભાઈ પરસાણાના માર્ગદર્શન હેઠળ પોતાની દોઢ વીઘા જમીનમાં કાશ્મીરી મરચીનું વાવેતર કરેલું. તેમાં 'સીવીઆર' ટેકનિક મુજબ સેઢામાંથી એકથી દોઢ ફૂટ ઊંડો ખાડો ખોદી, તેમાંથી ૨૦ કિલો માટી લઈ, તેને ૨૦૦ લીટર પાણીના બેરલમાં નાખી, તેની સાથે ૨૦૦ ગ્રામ એરંડિયાનું તેલ, ૨૫૦ મિલી દૂધ, ૧૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ મિલી ગૌમૂત્ર અને ૨૫૦ મિલી ગોબરનું પાણી લઈ બધું મિક્સ કરીને બે કલાક રાખવું. ત્યારબાદ તેમાંથી પંપ દ્વારા મોલમાં ફલાવરિગ (ફૂલ આવવાના) સમયે અઠવાડિયે એક વાર એ રીતે બેથી ૩ વાર છંટકાવ કરવાનો રહે છે. આ ખેડૂતે આ પ્રયોગ કરી કાશ્મીરી મરચીનું ડ્રિપ ઈરિગેશન (ટપક પદ્ધતિ) દ્વારા પાણી આપી દોઢ વીઘામાંથી બે લાખ રૂપિયાની આવક મેળવી છે. તેમણે કોઈ પણ જાતના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો નથી.
સરકાર પણ જાહેરાતો કરીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા પ્રોત્સાહન આપી રહી છે. અત્યારે યુદ્ધની અસર દરેક દેશોમાં થઈ છે, જેને લીધે બધી વસ્તુઓના ભાવ વધ્યા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓમાં ખૂબ ભાવવધારો થયો છે અને ખાતરની અછત પણ વર્તાઈ રહી છે. આવા સમયે ભરતભાઈ પરસાણાએ બતાવેલો પ્રયોગ ખૂબ પ્રચલિત થયો છે. આ પ્રયોગને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારીઓએ પણ પ્રમાણિત કર્યો છે.
‘CVR' ટેકનીક પદ્મશ્રી ચીંથલા વેંકટ રેડ્ડી દ્વારા સંશોધિત છે, તેમને આ શોધ બદલ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. જેનો પ્રયોગ કરવા માટે ભરતભાઈ પરસાણા સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામોની મુલાકાત લઈને ખેડૂતોને સમજાવે છે અને ઓર્ગેનિક ખેતી કરવા પ્રેરિત કરે છે. ભરતભાઈ પરસાણાના આ નિઃસ્વાર્થ ગૌ-આધારિત કુદરતી ખેતી અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ભરતભાઈ પરસાણાએ પોતાનું જીવન ગાય અને ખેતી માટે સમર્પિત કર્યું છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ જે રીતે ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરી રહ્યા છે, તે ખરેખર વંદનીય છે. ઉદ્યોગની સફળતા વચ્ચે પણ તેમણે ગામડાઓના ખેડૂતો માટે પોતાને સમર્પિત રાખ્યા છે. કોઈ મંચનો લોભ નહીં, કોઈ પ્રસિદ્ધિનું અભિમાન નહીં, માત્ર ‘‘ધરતી માટે, ગાય માટે અને ખેડૂતો માટે સેવા'' એ જ જીવનનો ધ્યેય રાખી નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. તેમની આ દીર્ઘલ્લષ્ટિ આજના સમયમાં સાચી સાબિત થઈ રહી છે. તેઓ ચાર વેદના અભ્યાસુ હોવાથી તેમણે આ સેવાયજ્ઞને ધર્મ તરીકે સ્વીકાર્યો છે.
ઞ્જ નિઃસ્વાર્થ પ્રચારઃ તેમણે હજારો ખેડૂતોને શીખવ્યું છે કે જમીનને ઝેરથી નહીં, પણ પ્રેમથી ફળદ્રુપ બનાવવી જોઈએ. ગામે-ગામે જઈને પ્રદર્શન યોજવું, કૃષિ મેળાનું આયોજન કરવું, ઓર્ગેનિક ઉત્પાદન માટે તાલીમ આપવી અને ગાય આધારિત ઉત્પાદનોનું વિજ્ઞાન સમજાવવું એ તેમની વિશેષતા છે. રાજકોટ ખાતે હમણાં 'ભારતીય પશુ અને પ્રાકૃતિક ખેતી'નું ભવ્ય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જે આવું દેશભરમાં પ્રથમ આયોજન હતું અને તેઓ તેના મુખ્ય આયોજક રહ્યા હતા. આ બધું તેમની નિઃસ્વાર્થ રાષ્ટ્રસેવાનું સાક્ષી છે. તેમણે જે માર્ગ બતાવ્યો છે તે માત્ર ખેતીનું નવું મોડેલ નથી, પણ ભારતના ભવિષ્યનો માર્ગદર્શક વિચાર છે.
ઞ્જખેડૂતોના હિતેચ્છુઃ ભરતભાઇના પ્રયત્નો માત્ર ખેતી સુધારવાના નથી, પરંતુ ખેડૂતને સ્વાભિમાન અને સ્વનિર્ભરતા તરફ દોરી જવાના છે. તેમનું લક્ષ્ય ખેડૂત આત્મનિર્ભર બને અને સમાજને ઝેરમુક્ત આહાર તથા ગંભીર રોગોથી મુક્તિ મળે તે છે. નિઃસ્વાર્થ ભાવથી તેઓ જે સેવા આપી રહ્યા છે, તે આજના સમયમાં એક દીવાદાંડી સમાન છે.
ઞ્જસેવાનું ઉદાહરણઃ રાત-દિવસ ગાય અને ખેતીના હિત માટે વિચારતા ભરતભાઈ જેવા ઉમદા વ્યક્તિત્વની મહેનત આજે રંગ લાવી રહી છે. અનેક ગામોના ખેડૂતો આજે ગૌ-આધારિત ખેતી અપનાવીને આર્થિક રીતે સધ્ધર બન્યા છે.
વર્તમાન વૈશ્વિક અનિヘતિતામાં જો આપણે સુરક્ષિત રહેવું હોય, તો આપણે આપણી પરંપરાગત ખેતી પદ્ધતિ તરફ પાછા વળવું જ પડશે. સ્વનિર્ભરતાનો રસ્તો ગાયની ગમાણમાંથી અને ખેતરના શેઢેથી પસાર થાય છે. ભરતભાઈ પરસાણા જેવા સેવાભાવી વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ જો આપણે પ્રાકૃતિક ખેતીને જીવનમંત્ર બનાવીશું, તો જ આવનારી પેઢીને આપણે સ્વસ્થ અને સમૃદ્ધ ભારત સોંપી શકીશું.
જ્જ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, ધરતી અને જીવનનો આધાર : ગાય માત્ર ધાર્મિક શ્રદ્ધાનો વિષય નથી, પરંતુ આર્થિક અને આરોગ્યની લ્લષ્ટિએ પણ અમૂલ્ય સંપત્તિ તથા આત્મનિર્ભરતા અને કૃષિ પરંપરાનો આધારસ્તંભ છે. તે ભારતીય અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્યનો મજબૂત પાયો છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એવા સિદ્ધાંત પર ટકી છે જે ધરતી, પાણી અને જીવન વચ્ચેનું સંતુલન કુદરતી રીતે જાળવી રાખે છે.
જ્જધરતીની શુદ્ધિ : ગાયના ગોબરમાં એ શક્તિ છે જે રાસાયણિક ખેતીથી બંજર બનેલી ધરતીને પુનઃ જીવંત અને ફળદ્રુપ બનાવે છે તેમજ રાસાયણિક ખાતરની જરૂરિયાત નાબૂદ કરે છે. તે ધરતીને પવિત્ર કરી શુદ્ધ અને પોષક તત્વોથી ભરપૂર અનાજ આપે છે.
જ્જઆરોગ્યનું રક્ષણ : ગૌમૂત્રમાંથી બનતી ઔષધિઓ અસંખ્ય અસાધ્ય રોગોમાં રામબાણ ઇલાજ સાબિત થઈ છે. ગૌમૂત્ર અનેક આરોગ્યદાયક દવાઓ અને જૈવિક ઉપચારમાં અત્યંત ઉપયોગી છે.
જ્જઅમૃત સમાન દૂધ : ગાયનું દૂધ નવજાત શિશુથી લઈને વૃદ્ધો સુધીના તમામ માટે સ્વાસ્થ્યવર્ધક છે. તે પોષક અને ઔષધીય ગુણો ધરાવે છે, જે શારીરિક અને માનસિક વિકાસમાં પાયાનું યોગદાન આપે છે.
જ્જસૌથી અગત્યનું : આ ખેતી પદ્ધતિ ખેડૂતોને બજારના ભાવો અને વિદેશી ખાતર-ઝેરની સાંઠગાંઠમાંથી મુક્ત કરે છે, એટલે જ તે સાચો આત્મનિર્ભરતાનો માર્ગ છે.
આજનો સંદેશ છેઃ ‘સ્વનિર્ભર બનો, સ્વદેશી અને ઓર્ગેનિક અપનાવો.'
આ સમય આપણને ચેતવણી આપે છે કે જ્યારે વિશ્વ ડગમગે છે ત્યારે પોતાનો આધાર જ સાચો આધાર સાબિત થાય છે. આત્મનિર્ભરતા એટલે માત્ર આર્થિક સ્વતંત્રતા નહીં, પરંતુ માનસિક, કૃષિ અને સાંસ્કૃતિક મુક્તિ છે. ખેતરને ગાય આધારિત બનાવી, શહેરો અને ગામડાઓમાં સ્થાનિક ઉત્પાદન વધારીને જ્યારે દરેક નાગરિક પોતપોતાના કાર્યક્ષેત્રમાં ‘‘મેડ ઇન ઇન્ડિયા'' ને જીવનમંત્ર બનાવશે, ત્યારે જ સાચું આત્મનિર્ભર ભારત બનશે.
ભરતભાઈ પરસાણાની સેવા, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન, આ ત્રણેય આપણા રાષ્ટ્રની નવી દિશા નક્કી કરશે. શબ્દોમાં નહીં, પણ કર્મમાં આત્મનિર્ભરતા ઉતારો, એ જ ભરતભાઈ અને ભારતનો સાચો સંકલ્પ છે. આવા સંકટકાળમાં આપણે પણ સંકલ્પ કરીએ કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપીએ, પ્રાકૃતિક ખેતી અપનાવીએ અને ભરતભાઈ પરસાણાએ શરૂ કરેલા ગૌ-આધારિત ખેતીના સંકલ્પને આગળ વધારીએ. કારણ કે, ‘સ્વનિર્ભર ભારત જ, સુરક્ષિત અને સમૃદ્ધ ભારત બનશે.
પદ્મશ્રી ચિથલા વેંકટ રેડ્ડીની અદભૂત ‘સી-વી-આર' ટેકનીક સ્ટેપ-બાય-સ્ટેપ
વાવેતર વખતે : ૧૦૦ કિલો શેઢાની માટીમાં ૫ લિટર એરંડિયાનું તેલ મિક્સ કરી ચાસમાં નાખી દેવું.
જ્યારે પાક મહિનાનો થાય : ત્યારે ૨૦ કિલો માટી, ૨૦૦ મિલી એરંડિયાનું તેલ અને ૨૫૦ ગ્રામ પલાળેલા અરીઠાના ઠળિયા કાઢી ૨૦૦ લિટર પાણીના બેરલમાં મિક્સ કરો.
બે કલાક પછી : જ્યારે દોર નીચે બેસી જાય એટલે પાણી ગાળી લઈ, ૧૫ લિટરના પંપમાં ૨૦૦ મિલી દૂધ, ૧૦૦ ગ્રામ ગોળ, ૨૫૦ મિલી ગૌમૂત્ર અને ૨૫૦ મિલી ગોબરનું પાણી ઉમેરો.
ખાસ નોંધ : ફૂલ આવતી વખતે, દર ૧૫ દિવસે ૨ થી ૩ વાર આ મિશ્રણનો છંટકાવ કરો.










