<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

સરધારમાં લવમેરેજ કરનાર યુવાનના પિતા, ભાઇ પર હુમલોઃ યુવાનની પત્‍નિને હુમલાખોરો સાથે લઇ ગયા

યુવતિના પરિવારજનોએ હુમલો કરાવ્‍યાની શંકાઃ ઘાયલોને રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૩૦: સરધારમાં રહેતાં યુવાને કચ્‍છ રાપરની યુવતિ સાથે પ્રેમલગ્ન કર્યા હોઇ તેનો ખાર રાખી યુવતિના સગા સંબંધીઓ આજે બપોરે નંબર વગરની બે કાર લઇને સરધાર નવાગામ ખાતે આ યુવાનના ઘરે આવી ધમાલ મચાવી યુવાનના પિતા, નાના ભાઇ, નાના ભાઇની પત્‍નિ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી યુવાનની પત્‍નિને સાથે લઇ જતાં ચકચાર જાગી છે.

જાણવા મળ્‍યા મુજબ સરધારના નવાગામમાં રહેતાં રામ મુકેશભાઇ છૈયા નામના યુવાને રાપરની યુવતિ સાથે લવમેરેજ કર્યા હોઇ યુવતિના પરિવારને આ લગ્ન મંજુર ન હોઇ બપોરે બે નંબર વગરની કાર લઇને સાતેક લોકો સરધાર આવ્‍યા હતાં અને રામના પિતા મુકેશભાઇ રાયધનભાઇ છૈયા (ઉ.વ.૪૨), તેના નાના ભાઇ શ્‍યામ મુકેશભાઇ છૈયા (ઉ.વ.૨૨) અને શ્‍યામના પત્‍નિ કિંજલ (ઉ.વ.૨૦) પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી તેમજ ઘરના દરવાજાઓમાં ધોકા-પાઇપથી તોડફોડ કરી રામે જેની સાથે લગ્ન કર્યા છે તે યુવતિને પોતાની સાથે લઇ ભાગી જતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

હુમલામાં ઘાયલ ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ મામલે માથાકુટ થયાનું જણાવાયું હતું.

(3:23 PM IST)