<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

રૈયાધારમાં સાબુ-લિક્‍વીડની ફેરી કરવા ગયેલા પિતા-પુત્રની ધોલધપાટ કરી રિક્ષામાં તોડફોડ

એક મહિલાએ ગયા અઠવાડીયે ચીજવસ્‍તુ લીધી ત્‍યારે ૧૦૦ રૂપિયા વધુ આપી દીધા હતાં તેવું કહેતાં તેને રકમ પાછી આપી છતાં બીજા લોકોને બોલાવી હુમલો કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૪: રૈયાધાર મફતીયાપરામાં રહેતાં મહેશભાઇ ગાંડાભાઇ સોલંકી (ઉ.વ.૫૩) અને તેમના પુત્ર આનંદ મહેશભાઇ સોલંકી (ઉ.વ.૨૯) પર સવારે દસેક વાગ્‍યે ઘર પાસે હતાં ત્‍યારે વિસ્‍તારના આઠ દસ જણાએ સાથે મળી ધોકાથી માર મારી પથ્‍થરમારો કરી ઇજા પહોંચાડતાં બંનેને સારવાર માટે દાખલ કરાયા છે.

મહેશભાઇ અને આનંદ બંને રિક્ષામાં સાબુ, પાવડર, વાસણ-કપડાના લીક્‍વીડ અને બીજી ચીજવસ્‍તુનું વેંચાણ કરી ગુજરાન ચલાવે છે. આજે તેઓ રિક્ષા લઇને રૈયાધાર વિસ્‍તારમાં ચીજવસ્‍તુ વેંચવા ગયા ત્‍યારે એક મહિલાએ આવીને કહેલું કે ગયા અઠવાડીયે મેં તમારી પાસેથી વસ્‍તુ લીધી હતી ત્‍યારે તમને ૧૦૦ રૂપિયા વધુ આપી દીધા હતાં.  આથી તેમણે આ મહિલાને સો રૂપિયા પાછા આપી દીધા હતાં.

આમ છતાં આ આ મહિલાએ ઝઘડો કરી બીજા શખ્‍સોને બોલાવી મારામારી કરી હતી. તેમજ મોબાઇલ તોડી નાંખી રૂા. ૪૫૦૦ પડાવી લીધા હતાં. આ ઉપરાંત રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. આ પછી ૧૧૨માં ફોન કરી પોલીસને બોલાવી હતી.  મહેશભાઇ સિક્‍યુરીટીની નોકરી કરવા સાથે સાથે સાબુ લિક્‍વીડની ફેરી પણ કરે છે. પિતા પુત્ર સિવિલમાં દાખલ થતા઼ યુનિવર્સિટી પોલીસને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરી હતી.

(3:40 PM IST)