<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

હૃદય ધબકારા ચુકી જવાથી મહિલા અને પ્રોૈઢના મૃત્‍યુઃ પરિવારોમાં શોક

સર્વોદય સોસાયટીના મંજુબેન મકવાણા અને સાગર સોસાયટીના ઇનાયતભાઇ પીલુડીયાએ સિવિલ હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા

રાજકોટ તા. ૨૯: નવા થોરાળા સર્વોદય સોસાયટી-૩/૬ના ખુણે રહેતાં મંજુબેન હસમુખભાઇ મકવાણા (ઉ.વ.૪૯) નામના મહિલા રાતે અગીયારેક વાગ્‍યે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

મૃત્‍યુ પામનાર મંજુબેન કારના શો રૂમમાં સફાઇ કામ કરી પરિવારને મદદરૂપ થતાં હતાં. તેમના પતિ હસમુખભાઇ રિક્ષાના ફેરા કરે છે. સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફ મારફત જાણ થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં કોઠારીયા રોડ સાગર સોસાયટી-૩માં રહેતાં ઇનાયતભાઇ સુલેમાનભાઇ પીલુડીયા (ઉ.વ.૫૬) નામના પ્રોૈઢ ગઇકાલે સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકી દ્વારા થતાં ભક્‍તિનગર પોલીસને જાણ કરાઇ હતી. મૃત્‍યુ પામનાર ઇનાયતભાઇ ચાર ભાઇ અને ચાર બહેનમાં વચેટ હતાં અને કબાટના કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(3:52 PM IST)