<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

રાજકોટ-બરૌની વચ્‍ચે દોડાવવામાં આવશે ફેસ્‍ટિવલ સ્‍પેશિયલ ટ્રેન

ટિકિટોનું બુકિંગ આજથી

રાજકોટ, તા. ૪ : પヘમિ રેલવે દ્વારા આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્‍યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્‍ચે સાપ્તાહિક ફેસ્‍ટિવલ સ્‍પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્‍ય પ્રબંધક શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્‍યા મુજબ સ્‍પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર ૦૯૫૬૯/૦૯૫૭૦ રાજકોટ-બરૌની-રાજકોટ (સાપ્તાહિક) સ્‍પેશિયલ (૪-૪ ફેરા)

ટ્રેન નંબર ૦૯૫૬૯ રાજકોટ-બરૌની સ્‍પેશિયલ ૦૫ નવેમ્‍બર ૨૦૨૬ થી ૨૬ નવેમ્‍બર ૨૦૨૬ સુધી દર ગુરુવારે રાજકોટથી ૧૭.૦૦ કલાકે પ્રસ્‍થાન કરશે અને ત્રીજા દિવસે ૦૯.૧૫ કલાકે બરૌની પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૭૦ બરૌની-રાજકોટ સ્‍પેશિયલ ૦૭ નવેમ્‍બર ૨૦૨૬ થી ૨૮ નવેમ્‍બર ૨૦૨૬ સુધી દર શનિવારે બરૌનીથી ૨૨.૦૦ કલાકે પ્રસ્‍થાન કરશે અને ત્રીજા દિવસે ૧૪.૩૦ કલાકે રાજકોટ પહોંચશે.

માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન વાંકાનેર, સુરેન્‍દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, બ્‍યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, ભરતપુર, ઈદગાહ, ટુંડલા, ગોવિંદપુરી, પ્રયાગરાજ, પ્રયાગ જંક્‍શન, ફૂલપુર, જંઘઈ, જૌનપુર, ઔડિહાર, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, સોનપુર અને હાજીપુર સ્‍ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્‍ડ એસી, થર્ડ એસી, સેકન્‍ડ સ્‍લીપર અને અનરિઝર્વ્‍ડ એટલે કે જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર ૦૯૫૬૯ નું બુકિંગ ૪ નવેમ્‍બર, ૨૦૨૬ થી પેસેન્‍જર રિઝર્વેશન સેન્‍ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્‍ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry. indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

(3:20 PM IST)