તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Tuesday, 6th October 2026
પડધરીના ખામટામાં કારખાનામાં મારામારીઃ મિથુન અને પવનને ઇજા
ગાળાગાળી કરવા બાબતે માથાકુટઃ સળીયાથી એક બીજા પર ઘા કરાયાઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૬: પડધરીના ખામટા ગામે કારખાનામાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં બિહાર તથા અન્ય રાજ્યના યુવાનો વચ્ચે ગાળો બોલવા મામલે સળીયાથી મારામારી થતાં બે યુવાનને ઇજા થઇ હતી.
જાણવા મળ્યા મુજબ પડધરીના ખામટામાં ગીરીરાજ કંપની પાસે રહેતો મુળ બિહારનો પવન દરોગાકુમાર પટેલ (ઉ.વ.૨૯) રાતે સાડા દસેક વાગ્યે કારખાનામાં હતો ત્યારે ત્યારે મિથુન, સૂરજ અને અરૂણે ઝઘડો કરી સળીયાથી ફટકારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
સામા પક્ષે મિથુન સીમુડીયા (ઉ.વ.૨૧) પણ પોતાના પર રાતે સળીયાથી હુમલો થયાની ફરિયાદ સાથે રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. પવનના કહેવા મુજબ મિથુનની સાથેનો છોકરો ગાળાગાળી કરતો હોઇ તેને સમજાવવા જતાં મારામારી થઇ હતી. પડધરી પોલીસે નિવેનદ નોંધવા તજવીજ કરી હતી
(11:34 AM IST)










