તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
એમ્સમાં વહીવટી વિભાગ તથા સર્જનોની જગ્યાઓ ભરોઃ વાઘેલા- રાજાણી
પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા તથા પૂર્વ કોર્પોરેટર અતુલભાઇની દર્દીહીત માટે રજુઆત

રાજકોટ તા.૧૯: એમ્સ હોસ્પિટલ શરૂ થયાને ૬ વર્ષ પુરા થઈ ગયા પરંતુ વહીવટી વિભાગમા મહત્વની કાયમી જગ્યાઓની ભરતીઓ કરવાની બાકી હોય તેમજ સરકાર દ્વારા ડેપ્યુટેશન ઉપર મુકાયેલ મહત્વના એકપણ અધિકારીઓએ ત્રણ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો નહિラઅધવચ્ચે છોડી જતા રહ્યા હોવાનું અને હાર્ટ સર્જન, ગેસ્ટ્રો સર્જનની પરમેનન્ટ જગ્યાઓ પણ ભરવાની બાકી, તો કેટલાય વિભાગોમા આઈ.પી.ડી. (ઇન્ડોર પેશન્ટ) સારવાર સુવિધાનો પણ અભાવ અંગે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીએ એમ્સ પ્રશાસન, જીલ્લા ક્લેકટર, સાંસદ સહિત રજુઆતો કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, એમ્સ હોસ્પિટલ એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તે સમય મર્યાદામાં પૂર્ણ થાય અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા હજારો દર્દીઓને એમ્સ હોસ્પિટલની ઉત્તમ પ્રકારની મેડિકલ સેવાનો લાભ મળે તે ખુબ જ જરૂરી છે. રાજકોટ એમ્સ હોસ્પિટલ પ્રથમ પ્રાથમિક ધોરણે રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી હતી, તેને લગભગ ૬ વર્ષ જેવો સમય થવા આવ્યો છે અને ત્યારબાદ જામનગર રોડ પીપળીયા પાસે વિશાળ જગ્યાએ એમ્સ હોસ્પિટલનું બાંધકામ શરૂ કરાયું અને દેશના વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી તા. ૨૪-ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ઉદ્દઘાટન કર્યું જેને પણ પોણા ત્રણ વર્ષ જેવો સમય થવા આવ્યો છે. આજે પણ એમ્સ હોસ્પિટલમાં વહીવટી વિભાગના મહત્વના પાંચ પદોની કાયમી ભરતી બાકી છે.
જેમાં વહીવટી અધિકારી, F.A. (ફાઈનલી એડવાઈઝર) નાણાકીય સલાહકાર, મેડિકલ સુપ્રીટેન્ડન્ટ, રજીસ્ટાર, ACE (એકઝી. ઈજનેર - ઈલેક્ટ્રીક) છે.
એમ્સ હોસ્પિટલના વિશાળ વહીવટી સુગમતા માટે સરકાર દ્વારા ત્રણ વર્ષના ડેપ્યુટેશન ઉપર મુકવામાં આવેલ સાત અધિકારીઓ પૈકી એકપણ અધિકારીએ તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી અને કોઈને કોઈ કારણોસર અધવચ્ચે છોડી જતા રહ્યાં છે.
આ ઉપરાંત એમ્સ હોસ્પિટલમાં હાર્ટ સર્જન, ગેસ્ટ્રો સર્જન જેવા ડોકટરોની કાયમી નિમણૂંકો બાકી છે તો અનેક વિભાગોમા I.P.D. ની સુવિધાનો પણ અભાવ છે
એમ્સ રાજકોટની જાહેર ફરિયાદો સક્ષમ વિપક્ષ તરીકે અનેક વખત એમ્સના E.D. એકઝીકયુટીવ ડિરેકટર / DD - ડેપ્યુટી ડિરેક્ટરને રૂબરૂ મળી લેખિતમાં રજઆત કરેલ છે સાથે સાથે જીલ્લા કલેકટર, સાંસદ, રાજકોટ લોકસભા પ્રધાનમંત્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી કાર્યાલય સુધી રજુઆતો કરેલ છે છતાં પણ બધીજ પ્રક્રિયાઓ ગોકળગાય ગતીએ ચાલતી હોવાનું રજુઆતના અંતે જણાવાયુ છે.
(4:08 PM IST)










