<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

આખરે પશ્ચિમ મામલતદાર કચેરીમાં આધાર કેન્‍દ્ર શરૂ

આધારકાર્ડ અપડેટ, નોંધણી સહિતની સેવાઓ નાગરિકોને સરળતાથી મળશે

રાજકોટ તા.૬:  નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત તમામ સેવાઓ ઝડપથી મળી રહે તે હેતુથી મામલતદાર કચેરી, રાજકોટ શહેર પヘમિ ખાતે ‘‘આધાર સેવા કેન્‍દ્ર''નો ધારાસભ્‍ય શ્રી ડો. દર્શિતાબેન શાહ દ્વારા શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ લોકાર્પણ અવસરે રાજકોટ જિલ્લા કલેક્‍ટર શ્રી ડો. ઓમ પ્રકાશે વિશેષ ઉપસ્‍થિત રહી કેન્‍દ્રને નાગરિકો માટે ખુલ્લું મૂકયું હતું.

આ પ્રસંગે આસિસ્‍ટન્‍ટ કલેક્‍ટર શ્રી અતુલ સિંહ, મામલતદાર શ્રી એન.પી.પંડ્‍યા તથા મામલતદાર કચેરી, રાજકોટ શહેર પヘમિના અન્‍ય અધિકારીશ્રીઓ- કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ નવું આધાર સેવા કેન્‍દ્ર શરૂ થવાથી નાગરિકોને આધાર કાર્ડમાં નામ, સરનામું, જન્‍મ તારીખ, મોબાઈલ નંબર તથા બાયોમેટ્રિક અપડેટ કરવા તેમજ બાળકોના નવા આધાર કાર્ડની નોંધણી સહિતની સેવાઓ મેળવવામાં સુગમતા રહેશે.

(3:40 PM IST)