<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

આખરે નવા ફાળવાયેલ ૮૯ મહેસૂલી તલાટીઓ અંગે કલેકટર તંત્રની કાર્યવાહીઃ ૨૦ દિવસની સઘન તાલીમ

 

રાજકોટ, તા.૧૪: છેલ્લા ઘણા સમયથી નવનિયુક્‍ત મહેસૂલી તલાટીઓની ભરતી અને પોસ્‍ટિંગ મામલે આખરે કલેક્‍ટર તંત્રે કાર્યવાહી શરૂ કરી છે. શહેરના નવા ફાળવાયેલા તલાટીઓ માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

રાજ્‍ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ લાંબો સમય વીતવા છતાં પણ તેમને યોગ્‍ય તાલીમ કે પોસ્‍ટિંગ આપવામાં આવ્‍યું ન હતું. જેના કારણે વહીવટી કામગીરીમાં વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી.

અધિકારી સૂત્રોના કહેવા મુજબ રાજકોટ શહેરને ફાળવવામાં આવેલા કુલ ૮૯ જેટલા નવનિયુક્‍ત મહેસૂલી તલાટીઓને હવે ૨૦ દિવસની સઘન તાલીમ આપવામાં આવશે. આ તાલીમ દરમિયાન તેમને મહેસૂલી કામગીરી, કાયદાકીય જોગવાઈઓ અને વહીવટી પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે.

(3:00 PM IST)