તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
માધાપર જીઆઇડીસીના તબેલામાંથી ફાયનાન્સર વિજય પિસ્તોલ-૧૬ જીવતા કાર્ટીસ સાથે ઝડપાયો
પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. ક.ે જાડેજા અને ટીમની કામગીરીઃ કિરતસિંહ અને વાલજીભાઇની બાતમીઃ મૃતક ભાઇએ પિસ્તોલ આપ્યાનું રટણ

રાજકોટ તા. ૨૪: શહેરમાં ગેરકાયદે હથીયારો સાથે રાખીને ફરતાં હોય તેવા શખ્સોને શોધી કાઢવાની કામગીરીમાં વધુ એક વખત પીસીબીની ટીમે પિસ્તોલ કાર્ટીસ સાથે એક શખ્સને પકડી લીધો હતો. જામનગર રોડ પર માધાપર જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ઘોડાના તબેલામાથી ફાયનાન્સર શખ્સને ૧ પિસ્તોલ અને ૧૬ જીવતા કાર્ટીસ સાથે દબોચી લેવાયો છે. તેણે એવુ રટણ કર્યુ હતું કે આ પિસ્તોલ તેને તેના મૃતક ભાઇએ સાચવવા આપી હતી અને તે યાદગીરી રૂપે રાખી હતી!
જાણવા મળ્યા મુજબ પીસીબીની ટીમ શરીર સંબંધી, મિલ્કત સંબંધી ગુનાઓ અટકે અને ગેરકાયદે હથીયારો રાખીનારા સામે કામગીરી થઇ શકે તે માટે પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કિરતસિંહ ઝાલા અને વાલજીભાઇ જાડાને બાતમી મળી હતી કે જામનગર રોડ એચપીના પંપવાળી શેરીમાં માધાપર જીઆઇડીસી એરીયામાં આવેલા ઘોડાના તબેલામાં એક શખ્સ ગેરકાયદે હથીયાર સાથે બેઠો છે.
આ બાતમી પરથી દરોડો પાડતાં ત્યાં હાજર શખ્સની પુછતાછ કરતાં પોતાનું નામ વિજય વલકુભાઇ બોરીચા (ઉ.વ.૩૦-રહે. પરાસર પાર્ક-૨, જામનગર રોડ) જણાવ્યું હતું. પોલીસે તલાશી લેતાં તેની પાસેથી રૂા. ૫૦ હજારની કિંમતની દેશી બનાવટની એક પિસ્તોલ અને રૂા. ૧૬૦૦ના સોળ જીવતા કાર્ટીસ મળી આવતાં આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. વિજય બોરીચા ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તે અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં અલગ અલગ બે ગુનામાં પોલીસ ચોપડે ચડયો હતો.
પોલીસની પ્રાથમિક પુછતાછમાં તેણે એવુ કહ્યું હતું કે પોતે ફાયનાનસનું કામ કરે છે અને શેઠનગરમાં ઓફિસ ધરાવે છે. પિસ્તોલ તેના મૃતક ભાઇએ તેને અગાઉ સાચવવા આપી હતી. જે તેણે યાદગીરી રૂપે રાખી હતી. તેનો ભાઇ બિહાર તરફથી આ પિસ્તોલ લાવ્યાનું પણ રટણ કર્યુ હતું. સાચી વિગતો ઓકાવવા રીમાન્ડ મેળવવા તજવીજ કરવામાં આવશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઈ સોનારા, હેડકોનસ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીયા, વાલજીભાઈ જડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે, હરપાલસિંહ જાડેજા તથા ડ્રા. હેડકોન્સ. જયેશભાઈ ગઢવીઅ આ કામગીરી કરી હતી.
(2:08 PM IST)










