<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

સદર બજારમાં મહેફીલ ઝાયકા હોટેલમાં આગ ભભૂકીઃફાયર બ્રિગેડે પાંચ સિલીન્‍ડર જપ્‍ત કર્યા

એસી અને મીટર બોક્‍સમાં ભભૂકેલી આગ તુરંત કાબુમાં આવી ગઇ

રાજકોટઃ શહેરના પારસી અગીયારી ચોકમાં મહેફીલ ઝાયકા નામના રેસ્‍ટોરન્‍ટમાં રાતે આગ ભભૂકતા ફાયર બ્રિગેડની ટીમે પહોંચી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આગ ઇલેક્‍ટ્રીક મીટર અને એસીમાં લાગી હતી. ફાયર બ્રિગેડ સુત્રોના કહેવા મુજબ અહિ હીરા કોમ્‍પલેક્ષમાં પહેલા માળે આવેલા રેસ્‍ટોરન્‍ટમાં એસી, મીટર બોક્‍સમાં આગ લાગી હતી. હોટેલમાંથી પાંચ્‍ એલીપીજી સિલિન્‍ડર જપ્‍ત કરવામાં આવ્‍યા હતાં. હોટેલના માલિકનું નામ સલિમભાઇ રજાકભાઇ મુસાણી છે. બનાવની જાણ થતાં પોલીસ પણ પહોંચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે હોટલ બચાવી લીધી હતી. નુકસાનીનો આંક જાણવા મળ્‍યો નથી. ફાયર બ્રિગેડના ભાવેશભાઇ, વિશાલભાઇ, હીમાંશુભાઇ, કમલશેભાઇ, મોહિતભાઇ, નિમેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

(2:37 PM IST)