તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 14th September 2026
શાપર વેરાવળનાં પડવલા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં પ્લાસ્ટિકનાં ર કારખાનામાં આગ
મશીનરી, શેડ, માલસામાન ભસ્મીભૂત થતા લાખોનું નુકશાન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૪: શાપર વેરાવળ નાં પડવલા ઇન્ડસ્ટ્રીઝ ઝોન માં આવેલાં પ્લાસ્ટિક નાં દાણા બનાવતા જે.કે.પોલીમર્સ નામના કારખાના માં વહેલી સવારે અચાનક આગ ફાટી નિકળતા થોડી ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.આગ માં કારખાના નો સેડ, પ્લાસ્ટિક નો કાચો માલ,મશીનરી સહિત સળગી ને ભસ્મીભૂત થઇ ગયુ હતું. ભિષણ આગમાં સેડનાં પતરા સળગી જઇ બેન્ડ વળી ગયા હતા. આગ માં કારખાનું સળગી ગયુ હતુ.
આગ નો બીજો બનાવ ભરુડી ઇન્ડસ્ટ્રીઝ માં આવેલાં એમ.એમ.ફોર્જીંગ માં લાગી હતી.જેમાં આગને કારણે મશીનરી તથા શેડ ને નુકસાન પંહોચ્યુ હતું.
બન્ને જગ્યાએ લાગેલી આગ ની જાણ ગોંડલ, શાપર અને રાજકોટ ફાયરબ્રિગેડ ને કરાતા ફાયર ફાઈટરો પડવલા તથા ભરુડી દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.
(11:27 AM IST)










