તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
શાપરમાં ગેસનો બાટલો બદલતી વખતે આગઃ ભાવનાબેન અને પુત્ર નયન દાઝ્યા

રાજકોટ તા. ૨૬: શાપર વેરાવળમાં રાંધણ ગેસનો બાટલો બદલતી વખતે આગ લાગતાં મહિલા અને તેનો પુત્ર દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જાણવા મળ્યા મુજબ શાપરમાં શીતળા માતાજીના મંદિર નજીક રહેતાં ભાવનાબેન પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૪૨) નામના મહિલા ગઇકાલે ઘરે રાંધણગેસનો બાટલો બદલતાં હતાં ત્યારે કોઇ કારણોસર ગેસ લિક થતાં ભડકો થતાં દાઝી ગયા હતાં. માતાને ઠારવા જતાં પુત્ર નયનભાઇ પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) પણ દાઝી જતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.
ભાવનાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.
પુત્ર નયનભાઇ શાપરમાં વડાપાઉની લારી રાખી ધંધો કરે છે. બાટલો બદલ્યા બાદ કદાચ નળી લિક થઇ હોઇ તેના કારણે આગ લાગ્યાનું તારણ કાઢવામાં આવ્યું હતું.
(11:38 AM IST)










