તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
રાજકોટમાં અગનગોળા વરસ્યાઃ બપોરે ૨:૩૦ વાગ્યે તાપમાન ૪૨.૮ ડિગ્રી : ગઇકાલની જેમ આજે પણ સાંજ સુધીમાં પારો ૪૪ ડિગ્રી ને વટાવશે

રાજકોટઃ રાજકોટ શહેરમાં આજે આકરા તાપ અને ગરમ લૂના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરે ૨:૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન તાપમાન ૪૨.૮ ડિગ્રી નોંધાયું હતું, જેના કારણે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
શહેરમાં બપોરના સમયે રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ગરમ પવનના ફૂંકાતા સૂસવાટાઓને કારણે બહાર નીકળતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અતિશય ગરમીને કારણે બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું લોકોએ ટાળ્યું છે, જેના કારણે બજાર વિસ્તારો અને મુખ્ય માર્ગો સૂમસામ ભાસી રહ્યા છે.
(3:47 PM IST)










